બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of power nap follow these tips to increase your productivity in office

lifestyle / ઓફિસ કે ઘરકામ કરીને થાકથી કંટાળી ગયા છો? તો પાવર નેપમાં 6 ફાયદાઓ શરીર પ્રફુલ્લિત કરી દેશે

Vikram Mehta

Last Updated: 02:44 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની બિઝી લાઈફસ્ટાઈલમાં આરામ મળવો ખૂબ જ મુશ્કેલ છે. ઓફિસમાં કામ કરતા કરતા અચાનક એનર્જી ડાઉન થઈ જાય છે. શું તમને ખબર છે કે, પાવર નેપથી આ તમામ સમસ્યા દૂર થાય છે?

  • બિઝી લાઈફસ્ટાઈલમાં આરામ મળવો ખૂબ જ મુશ્કેલ
  • કામ કરતા કરતા અચાનક એનર્જી ડાઉન થઈ જાય છે
  • પાવર નેપથી આ તમામ સમસ્યા દૂર થાય છે

આજની બિઝી લાઈફસ્ટાઈલમાં આરામ મળવો ખૂબ જ મુશ્કેલ છે. ઘણીવાર એવું બને છે કે, ઓફિસમાં કામ કરતા કરતા અચાનક એનર્જી ડાઉન થઈ જાય છે અને સમયસર કામ પૂરું થઈ શકતું નથી. શિયાળાના દિવસોમાં વધુ સુસ્તી રહે છે. શું તમને ખબર છે કે, પાવર નેપથી આ તમામ સમસ્યા દૂર થાય છે? જેથી તમને ફ્રેશ ફીલ થાય છે. પાવર નેપ તમને કેવી રીતે લાભદાયી થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

પાવર નેપ એટલે શું?
પાવર નેપ એ થોડા સમય માટે નિંદ્રામાં પોઢવાની સ્થિતિ છે. પાવર નેપ 15 થી 20 મિનિટ માટે લેવામાં આવે છે. આ પાવર નેપ અડધા કલાકથી વધુ ન હોવી જોઈએ, ત્યારપછી વ્યક્તિ ગાઢ નિંદ્રામાં સરી પડે છે અને ઊઠ્યા પછી તમને સુસ્તી લાગે છે.

પાવર નેપના ફાયદા

  • પાવર નેપ લેવાથી શરીરને આરામ મળે છે, શરીરને એનર્જી પ્રાપ્ત થાય છે.
  • પાવર નેપથી શારીરિક અને માનસિક આરોગ્ય સ્વસ્થ રહે છે. ઉપરાંત સામાજિક જીવનમાં સુધારો થાય છે.
  • શરીરને ઝડપથી કામ કરવાની તાકાત મળે છે. મનમાં પહેલા કરતા વધુ ઝડપથી અને વધુ કામ કરવાનો ઉત્સાહ રહે છે.
  • બોડી એકદમ રિલેક્સ થઈ જવાથી ઓફિસ પરફોર્મન્સમાં સુધારો થઈ શકે છે. 
  • યુવાનો માટે પાવર નેપ ફાયદાકારક છે, જેથી તણાવમાં ઘટાડો થાય છે.
  • પાવર નેપથી સ્ટેમિના વધે છે. આ કારણોસર ઓફિસના કામમાં ભૂલ થવાની શક્યતાઓ ઓછી રહે છે.

વધુ વાંચો: તમારા મિત્રને આવી કુટેવ હોય તો તમને પણ થઈ શકે છે ફેફસાંનું કેન્સર! 50 ટકા કેસમાં આ જ મુખ્ય કારણ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

POWER NAP benefits of power nap health news in Gujarati what is power nap પાવર નેપ પાવર નેપ એટલે શું પાવર નેપના ફાયદા Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ