બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / lung cancer among people who never smoked know its causes and precaution tip
Last Updated: 01:26 PM, 22 January 2024
ADVERTISEMENT
વિશ્વભરમાં અનેક લોકોને ફેફસાંનું કેન્સર થઈ રહ્યું છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો ધૂમ્રપાન નથી કરતા તે લોકોને પણ ફેફસાંનું કેન્સર થઈ રહ્યું છે. જે લોકોને સ્મોકિંગની આદત નથી તેવા લોકોમાં ફેફસાના કેન્સરના 50-60 ટકા કેસ નોંધાયા છે. દર વર્ષે ફેફસાના કેન્સરથી લાખો લોકોના મોત થાય છે. ફેફસાનું કેન્સર બે પ્રકારનું હોય છે: નોન સ્મોલ સેલ કાર્સિનોમા (NSCLC) અને સ્મોલ સેલ કાર્સિનોમા (SCLC). નિષ્ણાંતો અનુસાર NSCLCનું જોખમ વધુ હોય છે. જે લોકોને સ્મોકિંગની આદત નથી તે લોકોને ફેફસાંનું કેન્સર શા માટે થઈ રહ્યું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ફેફસાંના કેન્સરનું જોખમ
સ્ટડી રિપોર્ટ અનુસાર 50%થી વધુ ફેફસાનું કેન્સર એવા લોકોમાં જોવા મળે છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી. ધૂમ્રપાન ના કરનારા લોકોમાં ફેફસાંના કેન્સરના 20 ટકા કેસ ફેંફસાના અંદરના ભાગમાં થાય છે. આ કારણોસર તમામ લોકોએ ફેફસાંના કેન્સર બાબતે સાવચેત રહેવું જોઈએ.
ADVERTISEMENT
સેકન્ડ હેન્ડ સ્મોકિંગ
અમેરિકન કેન્સર સોસાયટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 7,000 એડલ્ટ સેકન્ડ હેન્ડ સ્મોકિંગને કારણે થતા ફેફસાંના કેન્સરના કારણે મૃત્યુ પામે છે. તમાકુ તથા તમાકુથી બનતી પ્રોડક્ટનો ધુમાડો શ્વાસમાં લેવાથી ફેફસાંનું કેન્સર થાય છે.
હાનિકારક રસાયણોના સંપર્કમાં આવવું
અનેક લોકો એવી જગ્યાએ કામ કરતા હોય છે, જ્યાં કેન્સર પેદા કરતા કણ હોય છે. આ કેન્સરના કણના સંપર્કમાં આવવાથી ફેફસાંનું કેન્સર થઈ શકે છે. જો લોકો આવા સ્થળ પર કામ કરતા હોય છે, ત્યાં આર્સેનિક, યુરેનિયમ, એસ્બેસ્ટોસ અને ડીઝલનો ધુમાડો હોય છે. આ ધુમાડાને કારણે ફેફસાંનું કેન્સર થવાનું જોખમ રહે છે. આ પ્રકારનો ધુમાડો શ્વાસમાં લેવાથી ધૂમ્રપાન ના કરવા છતાં પણ લોકો ફેફસાંના કેન્સરનો ભોગ બની રહ્યા છે.
ADVERTISEMENT
પરિવારમાં કોઈને ફેફસાંનું કેન્સર હોય
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પરિવારમાં કોઈને ફેફસાંનું કેન્સર હોય તો પણ આ કેન્સર થવાનું જોખમ રહે છે. જે લોકોના ભાઈ, બહેન, માતા-પિતા અથવા બાળકોને ફેફસાંનું કેન્સર હોય તે લોકોને ફેફસાંનું કેન્સર થવાની વધુ શક્યતા છે.
વધુ વાંચો: શું તમે હેલ્ધી અને ફિટ રહેવા માંગો છો? તો રોજ કરો આ એક કામ, શરીર રહેશે એકદમ તંદુરસ્ત
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT