બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / walking can give multiple health benefits know all about it

lifestyle / શું તમે હેલ્ધી અને ફિટ રહેવા માંગો છો? તો રોજ કરો આ એક કામ, શરીર રહેશે એકદમ તંદુરસ્ત

Manisha Jogi

Last Updated: 11:27 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી લાઈફસ્ટાઈલને કારણે બિમારીઓના જોખમ સામે રક્ષણ મળે તે માટે ફિઝીકલી એક્ટીવ રહેવું જરૂરી છે. વોકિંગ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વોકિંગથી શું ફાયદા થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ફિઝીકલી એક્ટીવ રહેવું જરૂરી
  • વોકિંગ આરોગ્ય માટે ફાયદાકારક
  • જાણો વોકિંગ કરવાના ફાયદા

બદલાતી લાઈફસ્ટાઈલને કારણે બિમારીઓના જોખમ સામે રક્ષણ મળે તે માટે ફિઝીકલી એક્ટીવ રહેવું જરૂરી છે. ઓફિસ, કાર, ઘરમાં લોકોનું મોટાભાગનું જીવન બેઠાળું હોય છે, જેનાથી વજન વધવાની સાથે ડિમેન્શિયા અને હ્રદય રોગ જેવી બિમારી થઈ શકે છે. આ કારણોસર ફિઝીકલી એક્ટીવ રહેવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે ફિટ અને તંદુરસ્ત રહેશો. વોકિંગ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વોકિંગથી શું ફાયદા થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

માનસિક આરોગ્ય માટે લાભદાયી
વોકિંગથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. મગજના કોષો સુધી યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે છે અને કોષો વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. ઉપરાંત એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જેથી તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે તથા મૂડ સારો રહે છે.

હાર્ટ માટે ફાયદાકારક
વોકિંગથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાની સાથે સાથે હાઈપરટેન્શનની સમસ્યા દૂર થાય છે, જેથી હ્રદય રોગનું જોખમ ઓછું રહે છે. વોકિંગ એરોબિક કસરતનો એક ભાગ છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

વેઈટલોસ
વોકિંગથી  કેલરી બર્ન થાય છે, જેથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થાય છે અને વજન વધતું નથી. જો તમારું વજન વધુ હોય તો વજન પણ ઓછું થાય છે.

ઈમ્યૂનિટી મજબૂત થાય છે
કસરત કરવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. વોકિંગ એરોબિક કસરતનો એક ભાગ છે, જેથી ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

સારી ઊંઘ આવે છે
ચાલવાથી તમારો તણાવ ઓછો થાય છે અને પાચનક્રિયા સુધરમાં થાય છે. જેના કારણે સારી ઊંઘ આવે છે અને સવારે ઊઠો ત્યા ફ્રેશ ફીલ થાય છે.

હાડકાં મજબૂત બને છે
ચાલવાથી સાંધા અને સ્નાયુઓ સક્રિય રહે છે, જેથી હાડકાં મજબૂત બને છે અને વધુ સારી રીતે કામ કરી શકે છે. સાંધાઓ પર વધુ તાણ નથી પડતો અને સાંધાના દુખાવાની સમસ્યા ઓછી થાય છે. 

વધુ વાંચો: શરીરમાંથી તમામ ચરબી સાફ કરી નાંખશે સેલરી જ્યુસ: એક્સરસાઇઝ વગર ઘટી જશે વજન, જાણો રેસીપી

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ