બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / કાળઝાળ ગરમી અને લૂથી બચાવશે 'ફાલસા', ખાવાના બીજા પણ ઘણા ફાયદા

સ્વાસ્થ્ય / કાળઝાળ ગરમી અને લૂથી બચાવશે 'ફાલસા', ખાવાના બીજા પણ ઘણા ફાયદા

Last Updated: 04:15 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Falsa: ફાલસા ગરમીની સીઝનમાં જ મળે છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે જેના કારણે તે બાકી ફળોના મુકાબલે વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

ઉનાળાની સિઝન આવતા જ માર્કેટમાં અલગ અલગ પ્રકારના જ્યૂસી ફળ મળવાનું શરૂ થઈ જાય છે જેમ કે તડબૂચ, કેરી, ટેટી, ફાલસા. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે આ સિઝનમાં ફાલસા ખાવાના ઘણા ફાયદા છે. ફાલસામાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ મળી આવે છે જે તેને બાકી ફળો કરતા વધારે ફાયદાકારક બનાવે છે.

falsa-2

ઉનાળાની સિઝનમાં શરીરમાંથી વધારે પરસેવો નિકળવાના કારણે પાણીની કમી થવા લાગે છે. આ સીઝનમાં જો તમે ફાલસાને પોતાની ડાયેટમાં શામેલ કરો છો તો તમે ગરમીમાં થતી મુશ્કેલીઓથી બચી શકો છો. ફાલસા લૂથી પણ બચાવે છે.

ફાલસામાં રહેલા છે આ પોષક તત્વો

ફાલસા સાઈન્ટિફિક નામ ગ્રેવિયા એશિયાટિક છે અને તે ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3 જેવા પોષક તત્વોથી ભરપૂક હોય છે. આવો જાણીએ ફાલસા ખાવાથી બીજા કયા કયા ફાયદા મળે છે.

ફાલસાની ડ્રિંક બનવવા માટે ફાલસાના બી કાઢીને તેને પાણીમાં મુકી રાખો. હવે કપડાની મદદથી તેને ગાળી લો અને તેમાં બરફ, બ્લેક સોલ્ટ મિક્સ કરો. આ ડ્રિંક પેટની ગરમીને શાંત કરે છે.

falsa-1

ફાલસા ખાવાથી મળતા ફાયદા

શરીરને રાખે છે ઠંડુ

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે તમને પોતાની ડાયેટમાં ફાલસા જરૂર શામેલ કરવા જોઈએ. તેનાથી તમને વધારે સમય સુધી તાપમાં રહેવાથી ચક્કર પણ નહીં આવે અને ઉલ્ટી કે ગભરામણ પણ નહીં થાય.

લોહીની કમીને કરે છે દૂર

એનીમિયા સામે ઝઝુમી રહેલા લોકો માટે ફાલસા કોઈ વરદાનથી કમ નથી. તેને ખાવાથી આયર્નની કમી દૂર થાય છે સાથે જ થાક, કમજોરી, માથામાં દુખાવા જેવી તકલીફોથી પણ છુટકારો મળે છે. તેની સાથે જ તેમાં ભરપૂર માત્રામાં સોડિયમ પણ મળી આવે છે.

વધુ વાંચો: તમારા મોબાઈલની બેટરી આખો દિવસ ચાલશે, બસ ફોનમાં આ 5 ફિચર્સને ઓફ કરો

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ

ફાલસા ખાવાતી બ્લડ શુગરનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ગ્લોઈસેટિક ઈન્ડેક્સ મળી આવે છે જે બ્લડ શુગરને નિયંત્રણ કરે છે. આ સાથે ફાલસા ડાયેરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health News Summer ફાલસા Health Benefits Of Falsa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ