બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:19 AM, 16 June 2024
જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદની તાજેતરની ઘટનાઓ અને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને આજે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. વિગતો મુજબ આ બેઠકની અધ્યક્ષતા ખુદ ગૃહમંત્રી અમિત શાહ કરશે. નોર્થ બ્લોકમાં સવારે 11 વાગ્યે યોજાનારી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ, NIAના DG, તમામ અર્ધલશ્કરી દળોના DG, આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર રહેશે.
ADVERTISEMENT
નોર્થ બ્લોકમાં સવારે 11 વાગ્યે યોજાનારી આ બેઠકમાં IB અને RAW ચીફ કેન્દ્રીય ગૃહમંત્રીને વર્તમાન ગુપ્તચર અહેવાલની માહિતી આપશે. એટલું જ નહીં આ બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં જે રીતે આતંકવાદી ઘટનાઓ વધી છે તેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ ક્ષેત્રમાંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે એક સંકલિત યોજના બનાવવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે અમરનાથ યાત્રા કડક સુરક્ષા હેઠળ યોજાશે અને આ બેઠકમાં જરૂરી સૈનિકો અને સાધનોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ અમરનાથ યાત્રાના રૂટ પર કોઈ સમસ્યા ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા AI આધારિત મોનિટરિંગ કરવામાં આવશે.
ADVERTISEMENT
ગૃહમંત્રીએ યોજી હતી બેઠક
આ પહેલા શુક્રવારે પણ ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અનેક અધિકારીઓ તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના DGP, CRPFના ટોચના અધિકારીઓ અને ઈન્ટેલિજન્સ ગ્રેડના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ પ્રશ્નો પૂછ્યા અને સુરક્ષા વ્યવસ્થા અંગે તમામ અધિકારીઓ પાસેથી ફીડબેક લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક પહેલા વડાપ્રધાન મોદીએ જમ્મુ હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી હતી. જે બાદ ગૃહમંત્રી અમિત શાહ ત્યાંની સુરક્ષાને લઈને સતત ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે.
વધુ વાંચો : વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારો પર સૂર્ય થશે કોપાયમાન, પડશે બાળી નાખે એવી ગરમી
જમ્મુ-કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલા
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ 4 દિવસમાં 4 હુમલા કર્યા છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં આતંકીઓએ હુમલો કર્યો હતો. તે વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે તેના જવાબમાં સુરક્ષા દળોએ કઠુઆમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બાકીના આતંકવાદીઓની શોધ ચાલુ છે. 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઉંડી ખાઈમાં પડી હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT