ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લોહી બનાવવાનું મશીન છે પોષક તત્વોથી ભરપૂર ખજૂર! દરરોજ ખાવાના અઢળક સ્વાસ્થ્ય ફાયદા
Last Updated: 10:35 PM, 24 January 2025
ADVERTISEMENT
ખજૂર દરેક ઉંમરના લોકો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને તમે દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકો છો. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણા તાજા ફળોની સરખામણીમાં ખજૂરમાં કેલેરીની માત્રા ઘણી વધારે હોય છે. ખજૂરમાં ફાઈબર સાથે મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તો ચાલો ખજૂરના ફાયદા વિશે જાણીએ.
ADVERTISEMENT

શરીરને રાખે છે ગરમ
ADVERTISEMENT
ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન અને મેગ્નેશિયમ હોય છે. શિયાળામાં ખજૂર ખાવાના ખૂબ ફાયદા હોય છે. આ શરીરને ગરમી આપવાની સાથે એનર્જી પણ આપે છે.
હાડકાને મજબૂતી આપે છે
ADVERTISEMENT
વધતી ઉંમરની સાથે હાડકાને મજબૂત બનાવનાર સેલ્સ ડેમેજ થતાં રહે છે. હાડકાઓને મજબૂત બનાવવામાં ખજૂર ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવે છે.
પાચન તંદુરસ્ત બનાવે
ADVERTISEMENT
ખજૂરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આના સેવનથી પાચન સુધરે છે. સાથે જ એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. દરરોજ સવારે ઊઠીને ખાલી પેટે ખજૂર ખાવાથી એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.

ADVERTISEMENT
કોલેસ્ટ્રોલ ઘટાડે
ખજૂરનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ અને હાઇ બ્લડ પ્રેશરનું લેવલ ઘટે છે. સાથે જ ખજૂરમાં મેગ્નેશિયમની માત્રા ઘણી વધારે હોય છે, સાથે જ આમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવાવાળાઓ માટે એક સારો વિકલ્પ છે.
ADVERTISEMENT
સંધિવા માટે વરદાન
સંધિવાના દર્દીઓ માટે પણ ખજૂર ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરને દરરોજ ખાવાથી સંધિવાના દુખવાને ઘટાડી શકાય છે.
વધુ વાંચો: વેટ લોસ ડાયેટમાં ભૂલથી પણ ન ખાતા ચાર ફ્રુટ! તમારું વજન ઘટાડવાને બદલે વધશે
શરીરમાં લોહી વધારે
જે લોકોને શરીરમાં લો હિમોગ્લોબિનની સમસ્યા રહે છે, તેમને ડૉક્ટર ડાયટમાં ખજૂર ખાવાની સલાહ આપે છે. આ બ્લડ હિમોગ્લોબિન લેવલને ઈમ્પ્રુવ કરવાની સાથે-સાથે એનર્જી પણ વધારવાનું કામ કરે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ