બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખીને પીવો, પછી જુઓ શરીરને થાય છે કેવાં ફાયદા?
Last Updated: 01:16 PM, 19 March 2025
શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. તેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. દરરોજ સવારે ખાલી પેટે હુંફાળું પાણી પીવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો, જો તેમાં એક ચપટી મીઠું નાખીને પીવામાં આવે તો તે અનેક રોગો માટે રામબાણ ઈલાજ માફક કામ કરે છે.
ADVERTISEMENT
મોટાભાગે આપણે મીઠાનો ઉપયોગ ફક્ત ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે એક ચપટી મીઠાવાળું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે? આયુર્વેદમાં પણ મીઠાનું પાણી પીવાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરે છે. પાચનતંત્ર મજબૂત બને છે. જો યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. આજે અમે તમને મીઠાનું પાણી પીવાના ફાયદા જણાવશું.
ADVERTISEMENT
મીઠાનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે. તે ખોરાકને ઝડપથી અને સારી રીતે પચાવવામાં પણ મદદ કરે છે. મીઠાનું પાણી ગેસ, કબજિયાત અને અપચો જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે.
મીઠાનું પાણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. મીઠાનું પાણી પીવાથી તમે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી પણ બચી શકો છો. તે ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. તેને પીવાથી ખીલ, સોરાયસિસ અને એક્ઝિમાના લક્ષણો ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.