બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Having trouble getting a train ticket to go home on Rakshabandhan? So use this feature of IRCTC

તમારા કામનું / રક્ષાબંધન પર ઘરે જવા ટ્રેનની ટિકિટ મેળવવામાં થઇ રહી છે મુશ્કેલી? તો IRCTCના આ ફીચરનો કરો ઉપયોગ, થશે ફાયદો

Megha

Last Updated: 03:02 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tatkal Train Ticket: રક્ષાબંધન પર ઘરે જવા માટે હવે કન્ફર્મ ટિકિટ બુક કરાવવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે તો એવામાં માસ્ટર લિસ્ટ ફીચર દ્વારા કોઈપણ વિલંબ વિના કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.

  • રક્ષાબંધન પર ઘરે જવા ટ્રેનની ટિકિટ મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે?
  • તહેવાર પર ટ્રેનની ટિકિટ ફટાફટ બુક કરવા માટે અપનાવો આ ટ્રિક 
  • માસ્ટર લિસ્ટ ફીચર દ્વારા કોઈપણ વિલંબ વિના તમારી ટિકિટ કન્ફર્મ થશે 

Train Ticket Booking: તહેવારો દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં, છેલ્લી ક્ષણે કન્ફર્મ ટિકિટ (confirm Train Ticket)મેળવવી ખૂબ જ પડકારજનક બની જાય છે. એવામાં જો તમે રક્ષાબંધન(Rakshabandhan 2023) પર ઘરે જવા માટે ટ્રેનની ટિકિટ ખરીદી નથી તો હવે કન્ફર્મ ટિકિટ બુક કરાવવામાં પણ ઘણી મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને તહેવાર પર રેલ્વે ટિકિટ કેવી રીતે મેળવી શકાય અને સમયસર ઘરે પહોંચી શકાય તેની ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ. આ રીત વિશે IRCTCની સત્તાવાર એપ પર જણાવવામાં આવ્યું છે કે ટિકિટ કેવી રીતે બુક કરવી?

નોર્મલ બદલે તત્કાલ ટિકિટ બુક કરો 
જો તમને રક્ષાબંધનની આસપાસ સામાન્ય ટિકિટ ન મળી રહી હોય તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકો છો. સાથે જ આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ એજન્ટ પાસે જવાની કે તેમને વધારાના પૈસા ચૂકવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ રેલ્વે એપથી ટિકિટ બુક કરાવી શકો છો. સમસ્યા એ છે કે જ્યારે ટિકિટની માંગ ઘણી વધારે હોય છે, ત્યારે કન્ફર્મ તત્કાલ ટિકિટ બુક કરવી પણ મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાંતમે માસ્ટર લિસ્ટ ફીચરને પસંદ કરી શકો છો, જે કોઈપણ વિલંબ કર્યા વિના તમારી ટિકિટ કન્ફર્મ કરશે. 

શું છે રેલ્વેની માસ્ટર લિસ્ટ ફીચર?
માસ્ટર લિસ્ટ સુવિધા IRCTC દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગની મંજૂરી આપે છે. એસી ક્લાસ માટે બુકિંગનો સમય સવારે 10:00 વાગ્યે શરૂ થાય છે અને સ્લીપર ક્લાસ સવારે 11:00 વાગ્યે શરૂ થાય છે. ટિકિટ બુક કરાવવાના એક દિવસ પહેલા તમારે માસ્ટર લિસ્ટ બનાવવું જોઈએ. તેનાથી તત્કાલ ટિકિટ બુક કરવાનું સરળ બની જાય છે. 

માસ્ટર લિસ્ટનો ઉપયોગ શું છે?
તમે IRCTC વેબસાઈટ અથવા એપમાં લોગઈન કરીને માસ્ટર લિસ્ટ તૈયાર કરી શકો છો. આ લિસ્ટમાં તમારે તે તમામ લોકોની ઉંમર, નામ, સરનામું, ક્યાં જવું, આઈડી પ્રૂફ વગેરે ભરવાનું રહેશે. આ એ જ વિગતો છે જે તમારે સામાન્ય અને તત્કાલ ટિકિટો ભરતી વખતે આપવાની હોય છે. જો કે તત્કાલ ટિકિટ ખૂબ જ ઝડપથી ભરાય છે. આવી સ્થિતિમાં, જો તમારી માસ્ટર લિસ્ટ અગાઉથી તૈયાર હશે તો ટિકિટ બુકિંગના દિવસે તમારી ટિકિટ ફટાફટ બુક થઈ જશે.

માસ્ટર લિસ્ટ કેવી રીતે બનાવવું?
- સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર જાઓ અથવા ઓફિશિયલ એપ ડાઉનલોડ કરીને લોગઈન કરો.
- આ પછી, એપ્લિકેશન અથવા વેબસાઇટ પર 'માય એકાઉન્ટ' પર જાઓ અને 'માય પ્રોફાઇલ' પર ક્લિક કરો.
- તમે એપ અને વેબસાઇટ બંનેમાં 'Add/Modify Master List' નો વિકલ્પ જોશો.
- અહીં પેસેન્જરનું નામ, ઉંમર, આઈડી પ્રૂફ સંબંધિત માહિતી ભરવાની રહેશે. કેટલીક માહિતી 'ઓપ્શનલ' હોય છે
- આ પછી તમારે 'સબમિટ' બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે તમારા મુસાફરોની માસ્ટર લિસ્ટ તૈયાર થઈ જશે.
- તત્કાલ બુકિંગ સમયે, તમે તરત જ ટ્રેન પસંદ કરી શકો છો અને 'માય પેસેન્જર લિસ્ટ' પર ક્લિક કરી શકો છો. 
- આ સાથે, તમારી બધી વિગતો 1 સેકન્ડમાં આપમેળે મેળવવામાં આવશે.

પછી પેમેન્ટ વિકલ્પોમાંથી એક પસંદ કરો અને ચુકવણી કરો
ટ્રેન બુક કરાવવાના 1-2 દિવસ પહેલા માસ્ટર લિસ્ટ તૈયાર કરો. જેથી કરીને જ્યારે તમે તત્કાલ ટિકિટ બુક કરશો ત્યારે તમને 2-3 મિનિટમાં કન્ફર્મ ટિકિટ મળી જશે. ઘણા લોકો આ વિકલ્પ વિશે જાણતા નથી, તેથી જ તેઓ એજન્ટોને ટિકિટ બુક કરાવવા માટે ઘણા પૈસા ચૂકવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Master List Rakshabandhan 2023 Train Ticket Booking ટ્રેનની ટિકિટ તત્કાલ ટ્રેન ટિકિટ Train Ticket Booking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ