બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Harmful Effects of Cold Drink Sales of cold drinks increased by 16% in 28 years

ઝેરી ઠંડુપીણું / ખતરનાક.! આરોગ્યનું દુશ્મન છતાં પણ 28 વર્ષમાં 16% વધ્યું કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ, સ્ટડીમાં હેરાન કરે મૂકે તેવો ખુલાસો

Kishor

Last Updated: 11:47 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર માટે ઝેર માનવામાં આવે છે તે સોડા ડ્રિંકસનું 28 વર્ષમાં 16% વેચાણ વધ્યું હોવાનો સ્ટડીમાં વિચારતા કરી મુકે તેવો ખુલાસો થયો છે.

  • ગ્લોબલ ડાયટરી ઈન્ડેક્સમાં જાહેર કરાયા આંકડા
  • સ્થૂળતા અને હૃદયની બિમારીઓની ભીતિ
  • લોકો આવી ચેતવણી ગણકારતા નથી

સોડા ડ્રિંકસને શરીર માટે ઝેર માનવામાં આવે છે. મોટાભાગના લોકો તેના ગેરફાયદા જાણતા હોય છે છતાં પણ ગ્લોબલ ડાયટરી ઈન્ડેક્સમાં જાહેર કરાયેલા આંકડાઓ જોતાં એમ કહી શકાય કે સોફ્ટ ડ્રિંકનું માર્કેટ ખૂબ વિકસી રહ્યું છે. આ ઇન્ડેક્સ 3 ઓક્ટોબરના રોજ બહાર પડાયું હતું. નિષ્ણાતોએ સૌથી પહેલા ઇન્ડેક્સ બહાર પાડતી વખતે ચેતવણી આપી છે કે આ પીણાંમાં મોટી માત્રામાં ખાંડ હોવાથી તે સ્થૂળતા અને હૃદયની બિમારીઓ ઉભી કરી શકે છે. જોકે આંકડા પરથી કહી શકાય છે લોકો આવી ચેતવણી ગણકારતા નથી. 

side-effects-of-daily-drinking-soft-drinks

ટેક્સ વધારવાની હિમાયત

ઘણા દેશોએ આવા સોડા પીણાં પર ટેક્સ વધારવાની હિમાયત કરી છે. પરંતુ માર્કેટિંગ અને મોટી કંપનીઓની લોબીએ આને અમલી બનવા દીધું નથી. નિષ્ણાતોના મતે, જો તમે દરરોજ સરેરાશ 350 મિલી કોલ્ડ ડ્રિંક્સ પીતા હોવ, તો તમારા સ્વાસ્થ્ય ખર્ચ પર દરરોજ લગભગ 10 રૂપિયાનો વધારાનો બોજ પડશે.

Topic | VTV Gujarati

સોફ્ટ ડ્રિંક્સ આસાનિથી ઉપ્લબ્ધ
1990 અને 2018 વચ્ચેના અભ્યાસ અને મૂલ્યાંકન પરથી ફલિત થાય છે કે લેટિન અમેરિકન દેશોમાં ઠંડા પીણાં ખૂબ પીવાઈ છે. જે સૌથી વધુ દેશની યાદીમાં પ્રથમ છે. ડેટા અનુસાર સરેરાશ એક વ્યક્તિ અઢી ગ્લાસ કોલ્ડ ડ્રિંક ગટગટાવી જાય છે. ભારત પણ આમાં સામેલ છે. જ્યારે લેટિન અમેરિકા અને આફ્રિકન દેશોમાં લોકો 7 ગ્લાસથી વધુ સોડા ડ્રિંકનું સેવન કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનીએ તો અનેક એવા પણ દેશ છે જયાં લોકોને શુદ્ધ પાણી મળવું મુશ્કેલ છે અને તેનો ભાવ પણ ખૂબ હોય છે. જ્યારે આવા સ્થળોએ પણ સોફ્ટ ડ્રિંક્સ આસાનિથી ઉપ્લબ્ધ થઈ શકે છે.

આવો છે દાવો
દક્ષિણ એશિયાના દેશોમાં પણ ઠંડા પીણાની માંગ વધી છે. જેની સરખામણીએ ભારત, ચીન અને બાંગ્લાદેશમાં ઠંડા પીણાનો વપરાશ મર્યાદિત એટલે કે અડધા ગ્લાસથી પણ ઓછો છે. આજના શહેરના લોકો, ભણેલાગણેલ લોકો, યુવાનોમાં જાણે ઠંડા પીણાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં બાળકોમાં આ પીણાં પર એક અલગ અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જો આપણે દેશો પર નજર કરીએ તો મેક્સિકો (8.9), ઇથોપિયા (7.1), અમેરિકા (4.9) અને નાઇજીરિયા (4.9) સોડા ઠંડા પીણાં વધુ પીવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ