બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya fined for slow over rate after punjab kings match gt vs pbks

IPL 2023 / પંજાબ કિંગ્સ સામેની મેચમાં હાર્દિક પંડ્યાથી થઈ મોટી ભુલ, હવે ચુકવવો પડશે આટલા લાખનો દંડ

Arohi

Last Updated: 04:26 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Hardik Pandya: IPL 2023માં ગુજરાત ટાઈટન્સે પોતાની ચોથી મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ વખતે ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાથી એક મોટી ભુલ થઈ ગઈ છે જેના કારણે તેમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ ભૂલ તેમના પહેલા સંજૂ સૈમસન અને ફાફ ડુ પ્લેસિસ પણ કરી ચુક્યા છે.

  • હાર્દિક પંડ્યાથી થઈ મોટી ભુલ 
  • ફટકારવામાં આવ્યો આટલા લાખનો દંડ 
  • સંજૂ સૈમસન અને ફાફ ડુ પ્લેસિસ પણ કરી ચુક્યા છે આ ભૂલ 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) સીઝનમાં ગુજરાત ટાઈટન્સે પોતાની શરૂઆતની 4 મેચોમાંથી ત્રણ મેચ જીતી લીધી છે. ચોથી મેચ ગુરૂવારે પંજાબ કિંગ્સ સામે રમાઈ જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની ટીમે 6 વિકેટથી જીત નોંધાવી. 

આ મેચ વખતે ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક મોટી ભુલ કરી દીધી. જેના કારણે તેમના પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતે ગુજરાત ટીમના આ મેચમાં નિર્ધારિત સમયમાં 20 ઓવર પુરી ન કરી શકી. એવામાં તેના પર સ્લો એવર રેટ હેઠળ દંડ લગાવવામાં આવ્યો છે. 

પંડ્યા ઉપરાંત આ બે કેપ્ટનો પર પણ લાગી ચુક્યો છે દંડ 
જણાવી દઈએ કે આ આઈપીએલ સીઝનમાં ગુજરાત ટીમે સ્લો એવર રેટ વાળી પહેલી ભુલ કરી છે. એવામાં કેપ્ટન પંડ્યા પર જ 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એટલે કે હવે પંડ્યાને આ રકમ ચુકવવી પડશે. જો ગુજરાત ટીમ ફરી વખત આ ભુલ કરે છે તો ટીમના દરેક ખેલાડી પર આ દંડ લાગી શકે છે. 

આ આઈપીએલ સીઝનમાં હાર્દિક એકલો કેપ્ટન નથી જેના પર આ દંડ લાગ્યો છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સૈમસન પર પણ આ દંડ લાગી ચુક્યો છે. આ બન્ને ખેલાડીની કેપ્ટન્સીમાં તેમની ટીમે નિર્ધારિત સમયમાં ઓવર પુરી ન હતી કરી. 

છેલ્લી ઓવરમાં 6 વિકેટથી જીતી ગુજરાત ટાઈટન્સ 
મેચમાં ટોસ હારવા પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટ પર 153 રન બનાવ્યા હતા. ટીમ માટે મૈથ્યુ શોર્ટને સૌથી વધારે 36 રન બનાવ્યા. 

જીતેશ શર્મા 25 રન જ બનાવી શક્યા. મેચના હીરો ગુજરાત ટીમના સ્ટાર ફાસ્ટ બોલક મોહિત શર્મા રહ્યા. તેમણે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યા. મોહિતે 4 ઓવર બોલિંગ કરી અને 18 રન આપીને 2 વિકેટ લીધી. તેમણે સેમ કરન અને જીતેશ શર્માને આઉટ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ