ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti Chamatkari Bhidbhanjan Hanumanji Temple Nadiad

Hanuman Jayanti 2024 / ગુજરાતનું એક એવું મંદિર જ્યાં ભીડભંજન હનુમાનજીની મુખ્ય મૂર્તિને તેલ અર્પણ નથી કરાતું, જુઓ Video

Published By: Vidhata

Last Updated: 09:45 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2024 વાત કરીએ નડિયાદમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ચમત્કારી મંદિર વિશે કે જયાં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે

ADVERTISEMENT

Hanuman Jayanti 2024: આજે એટલે કે મંગળવાર 23 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. દર વર્ષે ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ નડિયાદમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ચમત્કારી મંદિર વિશે કે જયાં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. 

આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલું આ ચમત્કારિક ભીડભંજન હનુમાનજીદાદાના મંદિરમાં ભક્તો પોતાના દુઃખ ભગવાન સામે વ્યક્ત કરે છે અને ભગવાન ભકતોનું દુઃખ દૂર કરે છે. બાળકો ન થતા હોય તેવા દંપતિ, નાણાકીય સંકટ કે આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા ભક્તો સુખડી ધરાવવાની માનતા રાખે છે અને દર શનિવારે ભક્તો હનુમાનજીને સુખડીનો પ્રસાદ ધરાવે છે. નડિયાદ બસ સ્ટેન્ડ નજીક આવેલા રત્ન તળાવ પાસે ઝાડી વિસ્તારમાં વટવૃક્ષ નીચે આજથી 139 વર્ષ પહેલા ચમત્કારી મૂર્તિએ લોકોને દર્શન આપ્યા હતા અને ધીમે ધીમે આ મૂર્તિના દર્શન કરનાર ભક્તોના કામો શ્રધ્ધાથી પૂર્ણ થવા લાગ્યા છે. 

વધુ વાંચો: જ્યાં અકબરથી લઇને ઓબામાને પણ દાદાએ પરચા આપેલા, એ છે આ પાંડવોએ સ્થાપેલ પ્રાચીન હનુમાન મંદિર

ભીડભંજન હનુમાનજીનું આ અનોખું મંદિર છે. મંદિરમાં દાદાની મુખ્ય મૂર્તિને તેલ ચઢાવવામાં નથી આવતું. હનુમાનજીની નાની મૂર્તિમાં તેલ ચઢાવવામાં આવે છે. મુખ્ય ધાર્મિક તહેવારો સાથે હનુમાન જયંતિ, રામનવમી, દિવાળી, કાળી ચૌદસ અને હોળી સહિતના મોટા તહેવારોમાં વિશેષ કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chamatkari Bhidbhanjan Hanumanji Temple Nadiad Hanuman Jayanti Hanuman Jayanti 2024 Hanuman Jayanti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ