ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti 2024 ancient hanuman temple founded by pandavas in Delhi

Hanuman Jayanti 2024 / જ્યાં અકબરથી લઇને ઓબામાને પણ દાદાએ પરચા આપેલા, એ છે આ પાંડવોએ સ્થાપેલ પ્રાચીન હનુમાન મંદિર

Published By: Vidhata

Last Updated: 09:03 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2024: મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે ઈન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી હતી અને હનુમાનજી પ્રત્યેના લગાવને કારણે એ સમયે આ પ્રાચીન હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી.

ADVERTISEMENT

Hanuman Jayanti 2024: હનુમાનજીની જન્મજયંતિ એટલે કે હનુમાન જયંતિ આજે મંગળવાર 23 એપ્રિલે ઉજવવામાં આવી રહી છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ દેશની રાજધાની દિલ્હીમાં આવેલા એક હનુમાન મંદિર વિશે, જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે પહોંચે છે. રાજધાનીમાં આવેલું આ પ્રાચીન હનુમાન મંદિર કનોટ પ્લેસના બાબા ખડગ સિંહ માર્ગ પર સ્થિત છે. માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ દુનિયાભરમાંથી ભક્તો અહીં પૂજા માટે પહોંચે છે. આજે હનુમાન જયંતિ નિમિતે પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 

મંદિરમાં દરરોજ ભક્તોનો ધસારો રહે છે

પ્રાચીન કાળથી માન્યતાને કારણે લોકો અહીં પૂજા માટે આવતા રહે છે પણ આ મંદિર લોકપ્રિય થવાનું એક બીજું કારણ પણ છે, જેના કારણે અહીં લોકોની ભીડ રહે છે. મંદિરમાં દરરોજ ભક્તોનો ધસારો રહે છે, પરંતુ મંગળવાર અને શનિવારે મંદિર પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી અને  મોટી સંખ્યામાં લોકો હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે મંદિરમાં ભજન સંધ્યા યોજાય છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો પ્રસાદ પણ લે છે. દિલ્હીનું આ મંદિર આટલું  પ્રસિદ્ધ છે કે અહીં રાજનેતાથી લઈને મોટી હસ્તીઓ દર્શન કરવા માટે આવે છે,  

પાંડવોએ કરી હતી આ મંદિરની સ્થાપના 

વાસ્તવમાં દિલ્હીનું પ્રાચીન નામ ઈન્દ્રપ્રસ્થ છે. મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે આ શહેરની સ્થાપના કરી હતી. પાંડવોએ ઈન્દ્રપ્રસ્થ પર અને કૌરવોએ હસ્તિનાપુર પર શાસન કર્યું. બંને કુરુ વંશના હતા. એવું માનવામાં આવે છે કે પાંડવોના બીજા ભાઈ ભીમ અને હનુમાન બંને ભાઈ હતા, તેથી બંનેને વાયુ-પુત્ર કહેવામાં આવે છે. હનુમાન પ્રત્યેના આ લગાવને કારણે પાંડવોએ દિલ્હીમાં પાંચ મંદિરોની સ્થાપના કરી હતી. પાંચેય મંદિરોનું ઘણું મહત્વ છે અને કહેવાય છે કે આ પ્રાચીન હનુમાન મંદિર તે પાંચ મંદિરોમાંથી એક છે.  

1924માં  મહારાજા જય સિંહે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું 

આ હનુમાન મંદિરનું વર્તમાન સ્વરૂપ વર્ષ 1924માં ભક્તોની સામે આવ્યું જ્યારે જયપુર રજવાડાના મહારાજા જય સિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ પછી તેની લોકપ્રિયતા આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને બજરંગ બલી બધા પર પોતાના આશીર્વાદ વરસાવવા લાગ્યા. મંદિરના મહંતે જણાવ્યું કે અહીં હનુમાનજીના બાળ સ્વરૂપના દિવ્ય દર્શન કરી શકાય છે. મહારાજા જય સિંહ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તે પહેલા આ મંદિર પર આતંકવાદીઓ અને વિરોધીઓ દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત પણ પોતાનામાં ખૂબ જ ચમત્કારિક છે કે મુઘલ શાસન દરમિયાન હુમલો થવા છતાં હનુમાનના આ બાળ સ્વરૂપને અને મંદિરને કોઈ નુકસાન પહોંચાડી શક્યું નથી. 

મુઘલ બાદશાહ અકબરે હનુમાન મંદિરમાં ઇસ્લામિક ચંદ્ર અને મુગટ સમર્પિત કર્યો 

એક માન્યતા અનુસાર સંત તુલસીદાસજી તેમની દિલ્હી મુલાકાત દરમિયાન અહીં આવ્યા હતા અને બજરંગ બલીના અદ્ભુત બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા અને ખૂબ જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે અહીં બેસીને તેમણે હનુમાન ચાલીસાની રચના કરી હતી. એ  દરમિયાન જ્યારે આ સમાચાર મુગલ બાદશાહ અકબર સુધી પહોંચ્યા તો તેમણે તુલસીદાસજીને દરબારમાં આવવાનો આદેશ મોકલ્યો. આદેશ મળતાં તુલસીદાસ ત્યાં પહોંચ્યા એ બાદ મુઘલ બાદશાહે તેને કોઈ ચમત્કાર બતાવવા કહ્યું. મુઘલ શાસકની આ માંગ સામે સંત તુલસી દાસજીએ એમને સંતોષજનક જવાબ આપ્યો હતો. આ પછી જ બાદશાહે કનોટ પ્લેસના હનુમાન મંદિરના શિખર પર ઇસ્લામિક ચંદ્ર અને મુગટ સમર્પિત કર્યો હતો. આ પછી, મુસ્લિમ આક્રમણકારોએ ક્યારેય આ મંદિર પર હુમલો કર્યો નહીં કારણ કે મંદિરની ટોચ પર ઇસ્લામિક ચંદ્રની સ્થાપના કરવામાં આવી હતી. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબર પણ આ બજરંગ બલીના અનુયાયી બની ગયા હતા. 

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે મંદિરનું નામ 

આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં લગભગ 90 વર્ષ પછી હનુમાનજી પોતાનું શરીર છોડીને પ્રાચીન સ્વરૂપમાં આવે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ચોવીસ કલાક અખંડ મંત્ર જાપ થાય છે. આ 1 ઓગસ્ટ 1964 થી સતત ચાલુ છે. આ મંત્ર શ્રી રામ જય રામ જય જય રામનો છે. કહેવાય છે કે આ દુનિયાનો સૌથી લાંબો જાપ છે. આ જ કારણ છે કે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

વધુ વાંચો: Video: અમદાવાદનું ચમત્કારિક હનુમાનજી મંદિર, વિઝા મળી જાય એ માટે લોકો અહીં રાખે છે માનતા

બરાક ઓબામા એ પણ લીધી હતી મંદિરની મુલાકાત 

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ મંદિરના ભક્ત છે. તેમણે ભારતની મુલાકાત દરમિયાન બજરંગબલીની મુલાકાત લીધી હતી. એકંદરે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ જ કારણ છે કે મંદિરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહે છે અને ભક્તો આવતા રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ancient HANUMAN TEMPLE Hanuman Jayanti 2024 પ્રાચીન હનુમાન મંદિર Hanuman Jayanti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ