બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / guru vakri 2023 these zodiac signs jupiter retro in aries according to astro science

Guru Vakri 2023 / 4 સપ્ટેમ્બરથી ગુરૂ ચાલશે ઉલટી ચાલ: આ 5 રાશિના જાતકો રહે સાવધાન, બની રહ્યો છે ધન સાથે પ્રતિષ્ઠાની હાનિનો યોગ

Manisha Jogi

Last Updated: 02:27 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે. 118 દિવસના સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોએ સાવધાન રહેવું.

  • ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર
  • કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે 
  • આ રાશિના જાતકોએ સાવધાન રહેવું

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને સુખ, સંપત્તિ અને સુવિધાનો ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની તમામ રાશિના જાતકો પર અલગ અલગ અસર જોવા મળે છે. ગુરુ ગ્રહ 4 સપ્ટેમ્બરના રોજ મેષ રાશિમાં વક્રી થશે અને 31 ડિસેમ્બરના રોજ માર્ગી થશે. ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે. 118 દિવસના સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોએ સાવધાન રહેવું, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- મેષ રાશિના જાતકો પર ગુરુ વક્રીની સકારાત્મક અસર નહીં થાય. આ રાશિના જાતકોને આરોગ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. ખર્ચો વધી શકે છે. મેષ રાશિમાં ગુરુ બારમાં ઘરના સ્વામી છે.  દરમિયાન સાવધાનીપૂર્વક બજેટ બનાવવું જોઈએ. 

વૃષભ- વૃષભ રાશિના જાતકો પર ગુરુ વક્રીની શુભ અસર નહીં થાય. રોકાણ કર્યું હશે તો તેનો લાભ નહીં મળી શકે. સુખ સુવિધાઓમાં ઘટાડો થશે. શુભચિંતકો અને શત્રુઓને ઓળખી જશો. ઘરેલુ જીવનમાં આવતી પરેશાનીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. 

કર્ક- આ રાશિના નોકરિયાત વર્ગને નોકરીમાં ખૂબ જ પરેશાની આવશે, ટ્રાન્સફર પણ થઈ શકે છે. પ્રોફેશનલ જીવનમાં પરેશાની થઈ શકે છે. પિતા સાથે કોઈ બાબતે વાદ વિવાદ થઈ શકે છે. પિતાને જૂની બિમારીને કારણે પરેશાની થઈ શકે છે, આ કારણોસર તેમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. 

સિંહ- આ રાશિના જાતકોને શ્વાસ સંબંધિત પરેશાની થઈ શકે છે. નાના અથવા લાંબા અંતરની યાત્રામાં પરેશાની આવી શકે છે. પાર્ટનર સાથે રકઝક થવાને કારણે વૈવાહિક જીવન પરેશાનીઓથી ઘેરાઈ શકે છે. વધુ પડતા ખર્ચાને કારણે મન વિચલિત રહેશે. 

ધન- ગુરુ વક્રી થવાને કારણે આ રાશિના જાતકોએ માતાના આરોગ્ય પ્રત્યે સચેત રહેવું. માતા સાથે વાદ વિવાદમાં ના પડવું. માતા પ્રત્યેની જવાબદારી સમજવી. વૈવાહિક જીવન અને પર્સનલ લાઈફમાં પરેશાની આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ