બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અમેરિકામાં હિન્દી ભાષા સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં ફરીથી ટોચના ક્રમે રહી છે. બીજા ક્રમે ગુજરાતી અને ત્રીજા ક્રમે તેલુગુ ભાષા છે. USAમાં આંકડાકીય રીતે 1 જુલાઈ 2018 સુધી 8.74 લાખ લોકો હિન્દી બોલે છે. આ આંકડામાં 2017 કરતા 1.3%નો વધારો નોંધાયો છે. 2010 કરતા આ આંકડા 2.65 લાખ એટલે કે 43.5% જેટલા વધ્યા છે.
આંકડાકીય રીતે તેલુગુ ભાષીઓની સંખ્યા સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. 2010 થી 2018માં તેમની સંખ્યામાં 79.5% વધારો નોંધાયો છે. અમેરિકન કોમ્યુનિટી સર્વે 2018ના ડેટા મુજબ 6.73 કરોડ અમેરિકાના નિવાસીઓ અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે. જે કુલ વસ્તીના આશરે 21% છે. નોંધનીય છે કે અમેરિકન કોમ્યુનિટી સર્વે અમેરિકાની સરકાર વડે લેઅતો સૌથી મોટો સર્વે છે જેમાં 20 લાખ ઘરોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ADVERTISEMENT
અમેરિકામાં બંગાળી બોલતા લોકો 3.75 લાખ છે જેમાં પણ 2010 કરતા 68% ઉછાળો નોંધાયો છે. ત્યાર બાદ તમિલ ભાષીઓ છે જેમની સંખ્યા 3.08 લાખ છે અને તેમાં 67.5% વધારો નોંધાયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારત સિવાય બાંગ્લાદેશના રહેવાસીઓ પણ બંગાળી બોલે છે. આ ઉપરાંત તામિલનાડુ સિવાય શ્રીલંકા, સિંગાપોર, મલેશિયા વગેરે દેશના લોકો પણ તમિલ બોલે છે. નિષ્ણાતોના મતે બંગાળી ભાષીઓની સંખ્યામાં નોંધાયેલ વધારો અમેરિકામાં વધી રહેલા બાંગ્લાદેશીઓની વસ્તી સૂચવે છે.
ADVERTISEMENT
આશ્ચર્યજનક રીતે ગુજરાતી અને તેલુગુ ભાષીઓની સંખ્યામાં 2017 કરતા 2018માં સહેજ ઘટાડો નોંધાયો છે. ગુજરાતી 4.19 લાખ લોકો પાછલા વર્ષ કરતા 3.5% ઓછા છે. તેલુગુ ભાષીઓ 4 લાખ છે જેમની સંખ્યામાં 2017 કરતા 3.7% ઘટાડો નોંધાયો હતો.
2010ના આંકડાઓને સરખાવામાં આવે તો તેલુગુભાષીઓ 2.23 લાખથી વધીને 4 લાખ થઇ ગયા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશથી ઘણા બધા એન્જીનિયર્સ ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ થતા અમેરિકા આવ્યા છે.
ADVERTISEMENT
અમેરિકાના સેન્ટર ઓફ ઇમિગ્રેશન સ્ટડીઝ વડે જાહેર કરાયેલ અહેવાલ પ્રમાણે અંગ્રેજી સિવાયની ભાષા બોલતા લોકોની સંખ્યા 1990 પછી બમણી થઇ ગઈ છે અને અને 1980 પછી તો ત્રણ ગણી થઇ ગઈ છે. અમેરિકાના ટોચના 5 શહેરોમાં આશરે અડધા લોકો ઘરે અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે. તેની ટકાવારી આ મુજબ છે.
ADVERTISEMENT
| શહેર | ઘરે અંગ્રેજી સિવાયની બોલતા લોકોની સંખ્યા કુલ વસ્તીના ટકામાં |
| New York | 49% |
| Los Angeles | 59% |
| Chicago | 36% |
| Houston | 59% |
| Phoenix | 38% |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.