બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં ઠંડી વચ્ચે વરસાદ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
Last Updated: 08:07 AM, 18 November 2025
Gujarat Weather News: રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વધતો જઈ રહ્યો છે. વહેલી સવારે અને રાતના સમયે લોકો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરે હળવી ગરમી યથાવત્ રહી છે. હવામાન વિભાગના અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહ્યું હતું અને આવનાર સાત દિવસ પણ વરસાદની કોઈ શક્યતા નથી. પવનની દિશા ઉત્તરપૂર્વ-પૂર્વ તરફ હોવાને કારણે આગામી અઠવાડિયે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની ધારણા નથી.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, કેરળ અને માહે સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે વીજળી-પવનના ઝાપટાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ સાથે 18-19 નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધવાની ચેતવણી આપવામાં આવી છે, જેની પરોક્ષ અસર ઉત્તર-પશ્ચિમ ભારત પર પણ થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરી છે. તેમના અનુસાર 26 નવેમ્બરથી ડિસેમ્બર શરૂઆત વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચે તો દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે. ઉપરાંત 19 નવેમ્બરથી અરબ સાગરમાં નબળી દબાણની સિસ્ટમ ઊભી થવાની સંભાવનાઓ છે. જેના કારણે પવનની દિશા–પ્રવાહ બદલાઈને ભેજમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: શ્રી અમિત શાહ દ્વારા 'કો-ઓપ કુંભ 2025' નું ઉદ્દઘાટન
ADVERTISEMENT

ADVERTISEMENT
અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં 18 ડિસેમ્બર સુધી એકાદ-બે રાઉન્ડ વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા રાજયનું હવામાન ભેજવાળું અને અચાનક બદલાઈ શકે છે. જે ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમના કહેવા મુજબ 22 ડિસેમ્બર બાદ ‘કાતિલ ઠંડી’નું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનોના કારણે રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે. ખાસ કરીને 27 ડિસેમ્બર આસપાસ અને પછી 11 જાન્યુઆરીએ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ‘હાડ-થીજાવતી’ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.