બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અન્ય જિલ્લા / વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે? અંબાજીમાં દર્શન બાદ કર્યું મોટું એલાન

રાજકારણ / વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે? અંબાજીમાં દર્શન બાદ કર્યું મોટું એલાન

Priyankka Triveddi

Last Updated: 02:03 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vikram Thakor in Politics: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં જોડાવા અંગે ઘણીવાર ચર્ચા અને અટકળોએ ચાલી છે ત્યારે ફરીએક વાર એ અટકળે જોર પકડયું છે કે વિક્રમ ઠાકોર જલ્દીથી રાજકારણમાં ઝંપ લાવી શકે છે. આ વાતને લઈને વિક્રમ ઠાકોરે પોતે એક મોટી વાત કહી છે.

Vikram Thakor in Politics: એ વાત તો સાચી જ છે કે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગુજરાતી સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ બહોળું ફેન ફોલોઈંગ ધરાવે છે અને ઠાકોર સમાજમાં તેમનું વર્ચસ્વ હોવાને કારણે અગાઉ પણ અનેકવાર તેમનું નામ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાઈ ચૂક્યું છે. અને તે રાજકારણમાં પ્રવેશ કરશે તે અંગે અટકળો પણ સેવાઇ રહી છે. આ બધા વચ્ચે ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની આવનારી ફિલ્મો અને ખાસ કરીને રાજકારણમાં જોડાવા અંગેની અટકળો પર ખાસ સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણી લડવા અંગે શું કહ્યું?

વિક્રમ ઠાકોર અંબાજીના દર્શને હતા ત્યારે તેમણે તેમના રાજકારણમાં જોડાવા અને ચુંટણી અંગે પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે

"હાલ મારો સંપૂર્ણ ઉત્સાહ અને ધ્યાન મારા ચાહકોનું મનોરંજન કરવા પર અને મારી આવનારી ફિલ્મો પર છે. રાજકારણમાં જોડાવું કે ચૂંટણી લડવી તે સમય અને સંજોગો પર આધારિત છે."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જો ભવિષ્યમાં જનતાનો એવો આગ્રહ હશે અને માતાજીની ઈચ્છા હશે તો ચોક્કસ વિચારી શકાય, પરંતુ હાલમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે ચૂંટણી લડવાની ઉતાવળ નથી." જો કે આ વાત એ તરફ પણ ઈશારો કરે છે કે વિક્રમ ગેમ ત્યારે રાજકારણમાં જવા અંગે જાહેરાત કરી શકે છે. હવે તેઓ ક્યારે રાજકારણમાં ઝંપ લાવે છે તે તો આવનાર સમય જ જણાવશે.

ચાહકોને મળ્યા વિક્રમ

અંબાજી મંદિર પરિસરમાં વિક્રમ ઠાકોરની હાજરીની જાણ થતા જ મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. અભિનેતાએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકો સાથે સેલ્ફી પણ પડાવ્યા હતા. તેમણે ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મા અંબા પાસે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: બનાસકાંઠાના ઓગડમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, 16 સામાજિક કુરિવાજો પર લાગશે લગામ

vtv app promotion

જો કે એ વાત તો સાફ છે કે વિક્રમ ઠાકોર આખા ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરનું મોટું ફેન ફોલોઈંગ અને ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. એવામાં તમામ રાજકીય પક્ષો તેમના આ ચાહકોનો ફાયદો લેવા માંગે તે સામાન્ય વાત છે અને એટલે જ આ પહેલા પણ અનેકવાર તેમનું નામ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ તેમણે આ મુદ્દે Wait and Watchની નીતિ અપનાવીને કશું ના કહેતા પણ રાજકારણમાં જવા અંગે ઈશારો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Political News Gujarati Film Superstar Vikram Thakor Politics
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ