બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના ઓગડમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, 16 સામાજિક કુરિવાજો પર લાગશે લગામ

સંમેલન / બનાસકાંઠાના ઓગડમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, 16 સામાજિક કુરિવાજો પર લાગશે લગામ

Priyankka Triveddi

Last Updated: 01:38 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Thakor Samaj Mahasammelan: બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડમાં ખાતે આજે 4 જાન્યુઆરીના રોજ એક વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી તેનો અમલ કરવાનો છે.

Banaskantha Thakor Samaj Mahasammelan: બનાસકાંઠાના દિયોદરના ઓગડમાં સામાજિક મુદ્દાને ધ્યાનમાં રાખીને સામાજિક બંધારણની રચના કરવા માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા.

thakor-samaj1

આજે ઠાકોર સમાજ દ્વારા નવા સામાજિક બંધારણના મુદ્દા અંગે ચર્ચા કરવા માટે જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે. એટલું જ નહીં પણ

સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્યો કાર્યક્રમમાં જોડાયા છે. અને સર્વે ભેગા મળીને તૈયાર કરેલ મુસદ્દાઓ પર ચર્ચા કરીને નવા સામાજિક બંધારણને ઓપ આપશે.

આજના આ મહાસંમલેનમાં કુલ 16 સામાજિક મુદ્દાઓને આવરી લઈને તેના પર ચર્ચા કરવામાં આવશે અને ઠાકોર સમાજમાં પ્રવર્તમાં કુરિવજોમાંથી મુક્તિ અને શિક્ષણના મહત્ત્વને લઈ તે બાજુના પ્રયાણ આ મહાસંમલેનમાં મહત્ત્વના ચર્ચાના મુદ્દાઓ છે.

લગ્ન પ્રસંગ વર્ષમાં માત્ર 2 જ મહિના

ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ આ મહાસંમેલનમાં સામાજિક મુદ્દાઓને આવરી લેવાતા ખાસ કરીને પ્રસંગોને લઈને પણ ખાસ નિર્ણય લેવામાં આવશે. જેથી સમાજના દરેક વ્યક્તિને એક સમાન આ સામાજિક બંધારણના કાયદાઓ લાગુ પડશે. સમાજમાં વધતા ખર્ચ અને દેખાદેખીની પ્રથા પર રોક લગાવવા માટે લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો માટે કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ પૈકી લગ્ન માટે ખાસ મુદ્દી એ મૂકવામાં આવ્યોછે કે વર્ષમાં લગ્ન માટે માત્ર 2 જ મહિના નક્કી કરવામાં આવ્યા છે - મહા અને વૈશાખ. આ સમાજમાં લગ્ન પ્રસંગો હવે વર્ષમાં માત્ર બે મહિના એટલે કે મહા અને વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી લગ્ન મને રહેશે. આટલું જ નહીં પણ લગ્નમાં જાનની સંખ્યા અંગે પણ નિર્ણય લેવાયો છે કે જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રહેશે. જેમાં 10 વર્ષથી ઉપરના બાળકોને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. જાનમાં સનરૂફ કાર, DJ, અથવા વાહનોની લાંબી કતારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. લગ્ન પ્રસંગે DJ ને બદલે માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડી શકાશે, જ્યારે લગ્ન લખવાની પ્રથા, ઢુંઢ-હલ્દી રસમ અને ઓઢમણા જેવી પરંપરાઓ સદંતર બંધ કરાઈ છે. જમણવારમાં મેનુ મર્યાદિત રાખી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય લેવાયો છે.

thakor-samaj2

આટલું જ નહીં પણ લગ્નમાં અન્ય એક રિવાજ એટલે કે મામેરાને લઈને પણ નિર્ણય લેવાશે કે મામેરામાં દાગીના આપવાના બદલે રોકડ ઓઢામણું ફરજિયાત કરાયું છે. જેમાં રકમ 11 હજારથી લઈને 1 લાખ 51 હજાર રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી શરુ, માઉન્ટ આબુમાં બરફના થર

Vtv App Promotion 2

આ ખર્ચ પર પણ મુકાશે કાપ

મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી અને કઢી જ પીરસવાની મર્યાદા રહેશે. જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવા બદલે શૈક્ષણિક સંસ્થા કે લાઈબ્રેરીમાં દાન આપવા અપીલ કરાઈ છે. મૈત્રી કરાર તેમજ ભાગીને થતા પ્રેમલગ્નોને સમાજ તરફથી માન્યતા નહીં આપવામાં આવે. કોઈપણ સામાજિક કાર્યક્રમમાં નશાકારક પદાર્થોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સગાઈમાં માત્ર 21 વ્યક્તિ જ હાજર રહી શકશે, જ્યારે ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં આપવાની જ મંજૂરી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banakskantha News Samajik Bandharan Thakor Samaj MahaSammelan
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ