બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી શરુ, માઉન્ટ આબુમાં બરફના થર
Last Updated: 12:34 PM, 4 January 2026
છેલ્લા થોડા દિવસોથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. ત્યારે નવા વર્ષ પર થયેલા કમોસમી વરસાદ પછી હવે ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં હંમેશાની જેમ નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ADVERTISEMENT

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. નલિયામાં 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ઠંડીના મામલે રાજકોટ બીજા નંબર પર છે. રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હવામન વિભાગે જણાવ્યા પ્રમાણે, ડીસામાં તાપમાન 10.8 ડિગ્રી પર પહોંચ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવાને લીધે હવે ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે અહેવાલો સૂચવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ ઠંડી પડી શકે છે.
ADVERTISEMENT
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીની સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT
ત્યારે ગુજરાતીઓના ફેવરેટ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ હાડ થિજવી નાખે એવી ઠંડી પડી રહી છે. આબુમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અહીં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. ત્યારે વાહનો પર અને મેદાનો પર બરફ જામવા લાગ્યો છે. અહીં ઠંડીના કારણે સામન્ય જનજીવનને ભારે અસર થઈ રહી છે. ત્યારે ઠંડીની મજા માણવા પહોંચેલા પ્રવાસીઓ મોજ કરતાં જોવા મળ્યા.
આ પણ વાંચો: અમદાવાદનો બીજો મોટો બ્રિજ બન્યો જોખમી, તિરાડો-ખાડા પડ્યાં, PM-CM અહીંથી પસાર થાય છે
ADVERTISEMENT
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ થવાની કોઈ સંભાવના નથી. સાથે જ હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. પછી તાપમાનમાં વધારો થશે અને ઠંડીનું જોર ઘટશે. ઉલ્લેખનીય છે કે ગુજારતમાં દિવાળી પછી ઠંડી પાડવા લાગતી હોય છે, પણ આ વખતે ડિસેમ્બર મહિનામાં દર વર્ષે પડે એવી ઠંડી જોવા મળી નથી. અત્યાર સુધી સવારે અને રાતના સમયે જ ઠંડી પડી રહી છે, બપોરે તો ગરમી જ અનુભવાઈ રહી છે. ત્યારે હવે ઠંડી વધવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.