બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો બીજો મોટો બ્રિજ બન્યો જોખમી, તિરાડો-ખાડા પડ્યાં, PM-CM અહીંથી પસાર થાય છે

પુલોની પોલ / અમદાવાદનો બીજો મોટો બ્રિજ બન્યો જોખમી, તિરાડો-ખાડા પડ્યાં, PM-CM અહીંથી પસાર થાય છે

Vidhata Gothi

Last Updated: 11:47 AM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરના ઈન્કમટેક્સ બ્રિજ, સુભાષબ્રિજ અને દધિચી બ્રિજ પછી વધુ એક બ્રિજમાં જોખમી બન્યો છે. બ્રિજ પર તિરાડો દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે.

Ahmedabad Indira Bridge: અમદાવાદમાં એક પછી એક જોખમી બ્રિજ સામે આવી રહ્યા છે. પહેલા સુભાષ બ્રિજના સ્પાનમાં તિરાળ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી. આ પછી ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં જોઈન્ટસ ખુલી ગયા. બે દિવસ પહેલા જ સાબરમતી નદી પર બનેલા દધિચી બ્રિજમાં લોખંડના સળિયા દેખાયા. ત્યારે હવે વધુ એક બ્રિજ જોખમી બન્યો છે. હવે ઈન્દિરા બ્રિજ પર તિરાડો દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે.

વધુ એક બ્રિજ બન્યો જોખમી

હવે ઈન્દિરા બ્રિજ પર તિરાડો દેખાતા AMCની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરને જોડતા સાબરમતી નદી પરના ઈન્દિરા બ્રિજમાં ખામી સામે આવી છે. આ બ્રિજ પરથી રોજ 1 લાખ વાહનચાલકો અવરજવર કરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.

indira bridge

બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભય

ઈન્દિરા બ્રિજ પર વચ્ચેના ભાગમાં મસમોટી તિરાડો દેખાઈ. ત્યારે બ્રિજ પર તિરાડો દેખાતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ બ્રિજ પર 2 દિવસ પહેલા જ ખાડાને લીધે અકસ્માત થયાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે વાહનચાલકો આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. એક વાહનચાલકે કહ્યું કે મિકેનિઝમ જેવું કઈ છે જ નહીં. અચાનક આવી ક્ષતિ સામે આવે એટલે કામ કરવાનું અને બ્રિજ બંધ કરી દેવાના.

તેમણે સવાલ ઊઠવ્યો કે જો બધા બ્રિજ બંધ થઈ જશે તો નાગરિકો જશે ક્યાં? તેમણે દાવો પણ કર્યો કે બે દિવસ પહેલાં જ આ બ્રિજ પર ખાડાને કારણે અકસ્માત થયો હતો. તેમણે તંત્રને અપીલ કરી કે શહેરમાં થતા કામો મામલે થોડી ગંભીરતા લઈ નાગરિકો માટે પણ વિચાર કરે.

દધિચી બ્રિજમાં દેખાયા લોખંડના સળિયા

સાબરમતી નદી પર બનેલા દધિચી બ્રિજમાં વચ્ચેના ભાગમાં લોખંડના સળિયા દેખાયા પછી વાહનચાલકોની તાત્કાલિક આ બ્રિજને રિપેર કરવાની માંગ છે. પહેલાથી જ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઘણા વાહન ચાલકો જૂના અમદાવાદ જવા માટે દધિચી બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું AMC આ બ્રિજનું સમારકામ કરશે? અને કરશે તો ક્યારે કરશે?

vtv app promotion

ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળ્યા પછી તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની હાલત ચકાસવા માટે વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે પણ ટેસ્ટિંગ કરાવ્યું હતું. આ પછી જાહેરાત કરવામાં આવી હતી કે 52 વર્ષ જૂના સુભાષબ્રિજના સમગ્ર સુપર સ્ટ્રક્ચરને તોડી પાડીને તેની જગ્યાએ નવો અને આધુનિક બ્રિજ બનાવવામાં આવશે. હાલના પિલરને યથાવત રાખી તેને વધુ મજબૂત બનાવવામાં આવશે અને સાથે નવા 7 પિલર ઊભા કરાશે.

આ પણ વાંચો: અમદાવાદ: 9 લાખ અનમેપ્ડ મતદારોને મોકલાઈ નોટિસ, વાંધો રજૂ કરવા અપાયો 15 દિવસનો સમય

એના ગણતરીના દિવસો પછી જ આ પછી ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં પણ ખામી સામે આવી. માત્ર 6 વર્ષ પહેલા બનેલા ઈન્ટકમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજના જોઈન્ટ્સ ખુલી ગયા. બ્રિજના જોઈન્ટસ ખુલી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indira Bridge Gujarat News Ahmedabad News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ