ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, 48 કલાકમાં ભારે ગરમીની આગાહી, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર

હવામાન અપડેટ / અગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, 48 કલાકમાં ભારે ગરમીની આગાહી, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર

Published By: Priykant Shrimali

Last Updated: 11:44 AM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update : હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે

ADVERTISEMENT

Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ અસહ્ય સ્તરે પહોંચ્યો છે. જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે. વાસ્તવમાં તાપમાનમાં સતત વધારો થવાને કારણે શહેરો અને ગામડાં બંનેમાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સામાન્ય રીતે વાહનોથી ભરચક રહેતા માર્ગો પણ સુનસાન દેખાઈ રહ્યા છે અને ભરબપોરે જનતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે.

48 કલાકમાં ભારે ગરમીની આગાહી

આ તરફ હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વધતી ગરમીના કારણે લોકોમાં થાક, ચક્કર આવવા, તરસ વધારે લાગવી અને લૂ લાગવાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને વડીલો, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ સમય વધુ જોખમી બની રહ્યો છે.

તમામ જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ શરૂ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે. તમામ જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ શરૂ કરવામાં આવ્યા છે, જેથી હિટસ્ટ્રોકના દર્દીઓને ત્વરિત સારવાર મળી શકે. સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઓઆરએસ, જરૂરી દવાઓ અને આઈસ-પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની સુચનાઓ આપવામાં આવી છે. સાથે જ આરોગ્ય કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ અસરકારક રીતે સારવાર આપી શકે.

આ ઉપરાંત હિટવેવની અસર ઘટાડવા માટે ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલમાં મૂકવામાં આવ્યો છે અને હિટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતથી લઈ બંગાળ સુધી ભીષણ હીટવેવથી હાહાકાર, ગરમીનો પારો 45°C ને પાર પહોચ્યો

ગરમીથી કેવી રીતે બચવું?

ગરમીથી બચવા માટે કેટલાક સરળ પરંતુ મહત્વપૂર્ણ ઉપાયો અપનાવવા જરૂરી છે. બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય તેટલું બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું જરૂરી હોય તો માથા પર ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના, સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. જો ચક્કર, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heatwave Heatstroke Summer Safety

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ