બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના, બે ગુજરાતીઓના મોત

દુખદ / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના, બે ગુજરાતીઓના મોત

Priykant Shrimali

Last Updated: 10:37 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Mumbai Expressway Accident : દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર સતત બીજા દિવસે અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

Delhi Mumbai Expressway Accident : દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની શ્રેણી અટકતી નથી. સતત બીજા દિવસે થયેલા ભયાનક અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં કારમાં મુસાફરી કરતા બે લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી ચૂકી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતક અને ઇજાગ્રસ્ત તમામ લોકો સુરતનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ગઇકાલે પણ બની હતી દુર્ઘટના: 2 મજૂરનાં મોત

એક દિવસ અગાઉ પણ આ જ એક્સપ્રેસવેથી દુઃખદ સમાચાર સામે આવ્યા હતાં. પાદરા નજીકનાં સરસવણી ગામ નજીક ચાલતી હાઇવે સમારકામની કામગીરી દરમિયાન અચાનક કારનું નિયંત્રણ ગુમાવતા કાર ચાલકે પાંચમાંથી બે મજૂરને અડફેટે લીધા હતા. બંને મજૂરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે બાકી 3 મજૂરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત કરનાર કાર ચાલક, 40 વર્ષીય ડૉ. મૌલિક ઝવેરી, અંકલેશ્વરમાં દવાખાનું ચલાવે છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ મૃતક મજૂરોના પોસ્ટમોર્ટમ અને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ પછી આપઘાત કરવાની પ્રથમ ઘટના, ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી

અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાજનક

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ઝડપી વાહનવ્યવહાર, ઓવરસ્પીડિંગ અને બેદરકારીથી ચાલતા ટ્રાફિકને કારણે વારંવાર માનવજીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. સતત બે દિવસમાં ચાર લોકોનાં મોત અને અનેક ઇજાઓએ ફરી સુરક્ષા પ્રશ્નો ઉભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Delhi-Mumbai Express Highway Car Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ