બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના એક જ પરિવારના 4ના મોત, એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, છોટા ઉદેપુરમાં બાઈક પર બે મિત્રોના મોત

દુર્ઘટના / વડોદરાના એક જ પરિવારના 4ના મોત, એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, છોટા ઉદેપુરમાં બાઈક પર બે મિત્રોના મોત

Priykant Shrimali

Last Updated: 10:44 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માતમાં 4ના મોત તો પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે 2ના મોત, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

Gujarat Accident : ગુજરાતમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતોને કારણે સંબધિત પરિવારોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વાસ્તવમાં પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત થયા તો બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લોના પાવી જેતપુર વિસ્તારમાં ટ્રકની અડફેટે બે યુવકોના જીવ ગયા હતા.

વડોદરાના પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

વિગતો મુજબ કાલોલ નજીક થયેલા અકસ્માતમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની લેનમાં ફંગોળાઈ ગઈ હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને જીવતો બચાવી લેવાયો હતો. મૃતકો બધા વડોદરાના ખીનજી પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ઈલિયાસ ઈકબાલ ખીનજી (50 વર્ષ), ઈશાક ઈકબાલ ખીનજી (48 વર્ષ), સાજિદ ઈકબાલ ખીનજી (55 વર્ષ) અને રેહાન અજગર ખીનજી (35 વર્ષ)નો સમાવેશ થાય છે. પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાએ તેમને રસ્તામાં જ ગ્રસી લીધા.

આ તરફ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને બહાર કાઢી કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મૃતકોના પરિવારજનોના રડારડીના દૃશ્યો દિલ દ્રવી નાખતા હતા. પોલીસ આ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે, જેમાં પ્રાથમિક રીતે ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવવું કારણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજુ કરપડા પછી આ મોટા નેતાનું રાજીનામું

પાવી જેતપુર નજીક ટ્રક અકસ્માતમાં બે મિત્રોના મોત

આ તરફ અન્ય એક દુર્ઘટના પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા બે યુવકો સાથે બની હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બે મિત્રો બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાવી જેતપુરના વંકુટિર ગામ નજીક એક ટ્રક-ટ્રેલરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શૈતાન મેહડા અને રાયમલ મેહડા નામના બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમને બચાવવાની કોઈ તક રહી નહોતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાથે જ ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Mumbai Expressway Accident Kalol Car Crash Gujarat Accident News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ