ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વાહન ચાલકો હવે સીધા જ ઓનલાઈન એપથી ટ્રાફિક ઇ-ચલણ ભરી શકાશે, પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી

ફટાફટ થશે / વાહન ચાલકો હવે સીધા જ ઓનલાઈન એપથી ટ્રાફિક ઇ-ચલણ ભરી શકાશે, પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી

Published By: Pravin Joshi

Last Updated: 09:25 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ મેળવી શકાય તેવા ઇ-ચલણની રકમ હવે વધુ ઝડપી અને સરળતાથી ચૂકવી શકાશે. રાજ્ય ટ્રાફિક બ્રાન્ચે નવા પેમેન્ટ વિકલ્પો ઉમેરતા વાહનચાલકોને મોટી સહુલિયત આપી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય સ્ટેટ બેન્ક (SBI) સાથે થયેલા કરાર બાદ Bharat Bill Payment System (BBPS) પર ઈ-ચલણ પેમેન્ટની સુવિધા જાહેર થઈ છે. હવે સામાન્ય નાગરિક ઘરે બેઠા મોબાઇલમાં જ દંડની રકમ એક મિનિટમાં ભરી શકે છે.

UPI-NEW-LOGO

વર્ષ 2023માં શરૂ કરાયેલ “One Nation, One Challan” સિસ્ટમ દ્વારા નેટબેન્કિંગ, UPI અને કાર્ડ પેમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી. હવે તેમાં વધુ વિસ્તરણ કરીને ડિજિટલ ચુકવણી માટે પ્રખ્યાત પ્લેટફોર્મોને પણ જોડવામાં આવ્યા છે.

વાહનચાલકો હવે Google Pay, PhonePe, BHIM Pay અને YONO ઍપ દ્વારા State Traffic Branch – Gujarat વિકલ્પ પસંદ કરીને ચલણની ભરપાઈ કરી શકશે. નવી વ્યવસ્થાને કારણે કોઈને સરકારી ઓફિસો કે બેન્કમાં કતારમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે. મોબાઇલમાં ઉપલબ્ધ સૂચના અનુસાર તરત જ દંડ ચુકવણી શક્ય બની છે.

પેમેન્ટની રકમ RBI ના માર્ગદર્શનમાં દર્શાવેલી ચકાસણી બાદ જ સરકારી ખાતામાં ટ્રાન્સફર થશે. આથી દંડ વસુલાતમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે, તેમ અધિકારીઓએ જણાવ્યું. રાજ્ય ટ્રાફિક વિભાગનું માનવું છે કે ડિજિટલ પેમેન્ટ વપરાશ વધવાથી માત્ર સુવિધા જ નહીં પણ ટ્રાફિક નિયમોના પાલનમાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ ખેડૂતની દીકરી ચોધાર આંસુએ રડી પડી, પથ્થર પણ પિગળી જાય તેવો વીડિયો વાયરલ

નવી વ્યવસ્થા વધુ અસરકારક બનતાં રાજ્યમાં ટ્રાફિક શિસ્તના અમલને ગતિ મળશે અને વાહનચાલકો સમયસર ફાઇન ભરી શકશે એ જ આ પહેલનો મુખ્ય હેતુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TrafficChallan One Nation One Challan EChallan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ