ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતની દીકરી ચોધાર આંસુએ રડી પડી, પથ્થર પણ પિગળી જાય તેવો વીડિયો વાયરલ

હૃદયદ્રાવક / ખેડૂતની દીકરી ચોધાર આંસુએ રડી પડી, પથ્થર પણ પિગળી જાય તેવો વીડિયો વાયરલ

Published By: Krutarth Joshi

Last Updated: 06:28 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં માવઠાએ વિનાશ વેરતા ખેડૂતો લાચાર બની ગયા છે. ખેડૂતો પોતાની વ્યથા વર્ણવતા કહે છે કે, મજૂરીના પૈસા પણ આપી શકીએ તેવી સ્થિતિ નથી રહી.

ADVERTISEMENT

Unseasonal rains in Gujarat : સરકારી નીતિઓનાં કારણે, વેપારીઓની લોભી નીતિઓનાં કારણે હંમેશાથી દબાયેલો અને પિસાયેલો લેતો રહેતો ખેડૂત પર હવે કુદરત પણ રૂઠી છે. કમોસમી વરસાદે ખેડૂતને સાવ બરબાદ કરી દીધો છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખેડૂતોનાં અનેક વીડિયો વાયરલ થઇર હ્યા છે. જેમાં ખેડૂતો પોતાનાં મોઢા સુધી આવી ગયેલો કોળીયો છિનવાઇ જતા ચોધાર આંસુએ રડી રહ્યા છે. ક્યાંક ખેડૂતનાં બાળકોની સ્થિતિ જોઇને કોઇ પણ મામસનો આત્મા કકળી ઉઠે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગુજરાતમાં માવઠાએ વિનાશ વેર્યો

ગુજરાતમાં માવઠાએ વિનાશ વેરતા ખેડૂતો લાચાર બની ગયા છે. ખેડૂતો પોતાની વ્યથા વર્ણવતા કહે છે કે, મજૂરીના પૈસા પણ આપી શકીએ તેવી સ્થિતિ નથી રહી. ઢોરને ખવડાવવા માટે ચારા જેટલા પણ પૈસા નથી રહ્યા. અમે તો ગમે તેમ કરીને વર્ષ કાઢી નાખશું પરંતુ અમારા ઢોર ઢાંખર અને અમે અમારા દાડીયાઓ તથા વેપારીઓ કે જેમની પાસેથી અમે દવા ખાતર ખરીદ્યા છે તેનાં પૈસા કઇ રીતે ચુકવીશું.

આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર

ખેડૂતની વેદના વ્યક્ત કરતો વીડિયો વાયરલ

હાલ તો કમોસમી વરસાદનાં કારણે પોતાની વેદના વ્યક્ત કરતા અનેક ખેડૂતોનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કમોસમી વરસાદથી પાક બરબાદ થતાં ખેડૂત રડી પડ્યાં હતા. ખેડૂતની મહેનત પાણીમાં જતાં પોતાનાં આંસુઓને રોકી શક્યા નહોતા. ખેડૂતનો વીડિયો ઉપલેટા તલંગાણા ગામનો હોવાનું અનુમાન છે. પાક નષ્ટ થતાં ખેડૂતની દીકરી પણ ચોધાર આંસુએ રડી રહી છે. જો કે ખેડૂતની દિકરી ચોધાર આંસુએ રડી રહી છે. કોઇ પથ્થર જેવો માણસ પણ પીગળી જાય તેવો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rains in Gujarat Viral video of farmer Gujarat farmers devastated

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ