બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Scenes June Tukte Hurricane Thandav Machavyo, One Moment Live Update

તોફાન / Tauktae વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટું નુકસાન, સરકારે કરી આ જાહેરાતો

ParthB

Last Updated: 10:04 PM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દરિયાકાંઠે 'તૌકતે' વાવાઝોડાના તાંડવ અંગે તમામ LIVE અપડેટ્સ, વાવાઝોડાની અસર અંગે પળેપળની સમગ્ર માહિતી આ પેજ પર થશે પ્રાપ્ત

LIVE UPDATES:

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે તબાહી સર્જી છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં પણ વાવાઝોડાની અસરથી વ્યાપક નુકસાન થયું છે. ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. અને વાવાઝોડા બાદની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. કાલે સવારે PM મોદી 11.30 વાગ્યે દિલ્હીથી ભાવનગર પહોંચશે. અને ત્યારબાદ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણેય જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું તેમજ દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન PM મોદી રાહત પેકેજનું પણ એલાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં 13 લોકોના વાવાઝોડાના કારણે મોત

ગુજરાતમાં દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સૌથી મોટી માહિતી ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણે કુલ 13 મોત થઈ હોવાની માહિતી સામે આવી છે.

7.00 PM,MAY 18 2021 
ગુજરાતમાં દિવસભર તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં નુકસાનને લઈ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં જે નુકસાની અને હેરાનગતી થઈ તે અંગે કહ્યું કે, હું પોતે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરીશે. સાથે કેટલાક આંકડાઓ પણ રજૂ કર્યા હતા. નુકસાનીનું વળતર આપવાની પણ વાત કરી હતી. સાથે આગામી 2 દિવસ માટે તમામ કર્મચારીઓને કાર્યરત કરવામાં આવશે.

2 દિવસ માટે તંત્રના તમામ કર્મચારીઓ કામે લાગશે

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે. 

કોવિડ હોસ્પિટલમાં કોઈ નુકસાન નથી

મુખ્યમંત્રીએ કહ્યું કે, તૌકતેના આગમનને લઈ કોવિડ હોસ્પિટલના નુકસાનની ચિંતા હતી. પરંતુ કોવિડ હોસ્પિટલને કોઈ નુકસાન થયું નથી. જે એક સારું પરિણામ છે. તમામ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં લોકો હેમ-ખેમ છે. 

હું તમામ જગ્યાનું નિરીક્ષણ કરવા જઈશ

પત્રકારોનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હું અસરગ્રસ્ત તમામ જિલ્લાઓની મુલાકાત માટે જઈશે. અમારા તમામ મંત્રીઓ અલગ-અલગ જિલ્લામાં બેસીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. સૌરભ પટેલ પણ રાજકોટમાં બેસીને વીજ પૂરવઠાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેઓ સતત લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા. 

પાક, મકાન અને સ્થળાંતરીત લોકોને નુકસાનનું વળતર

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાક તલ, બાજરીના પાકનું પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. તો જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા તેમને કેશ ડોલ આપવામાં આવશે.

હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા

69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાની અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે. 

ગુજરાતમાં વરસાદના આંકડાઓ

ગુજરાતમાં 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. ગુજરાતના 12 તાલુકામાં 6થી વધુ અને 10 તાલુકા એવા જ્યાં 5 ઈંચથી વધુ વરસાદ છે. તો 96 એવા તાલુકા છે જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

તૌકતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર બાદ મુખ્યમંત્રીનું નિવેદન

દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.

5.38 PM,MAY 18 2021 
અમદાવાદમાં વાવાઝોડાના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાયકાઓ બાદ આવ્યા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે ત્યારે હાલ આખા શહેરમાં એટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે કે ઠેર ઠેર ડોમ, તંબુ, પતરાં, રિક્ષા ઊડી જવાન દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે આખા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વેજલપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. 

4.42 PM, MAY 18 2021 
અમદાવાદમાં 3 વાગ્યા બાદથી જ સતત હૂબ જ તેજીથી પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાં ભયંકર પવનના કારણે રિક્ષાઓ ઉડવા તથા બાઇકો પણ હવાના દબાણથી પડી જવાના કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદમાં પ્રવેશ્યા બાદ તરત જ વાવાઝોડાએ દિશા બદલી છે તથા હાલમાં અમદાવાદમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તથા વાવાઝોડાની મુખ્ય અસર 6 વાગ્યાથી દેખાવાની શરૂઆત થશે. 

 

અમદાવાદના વાવાઝોડાની દિશા બદલાઈ : હાલ શહેરી વિસ્તારોમાં 50થી 60 કીમીની ઝડપે પવન, વાહનચાલકો પણ વરસાદ અને પુરજોશ પવનથી અટવાયા, પવનના કારણે ઝાડ અને ઉંચા હોર્ડિંગ્સ પડવાના કિસ્સાઓ

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ : શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યું નુકશાન, ગુરુકુળ પાસે વીજપોલ અને વિશાળકાય વૃક્ષ ધરાશાયી, કેટલાય વિસ્તારોમાં ભરાયા પાણી 

વાવાઝોડાની અસર : દહેગામમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો

વાવાઝોડા કારણે ભારે પવન ફૂંકાયો : ભારે પવન અને વરસાદના કારણે માછીવાડ ગામમાં આવેલ બે માળનું મકાન પડ્યું
 

તૌકતે વાવાઝોડાના સૌથી મોટા સમાચાર : 3.85 PM, MAY 18 2021 ​

હવામાન વિભાગની તાજા અપડેટ અનુસાર સાંજે 6-00 વાગ્યે વાવાઝોડું અમદાવાદથી પસાર થશે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. ગ્રામીણ અમદાવાદમાં 80થી 90 કિમી પ્રતિ કલાક હશે વાવાઝોડાની ઝડપ જ્યારે શહેરની આસપાસ 50થી70 કિમીની ઝડપે પવન ફુંકાશે. સરખેજ, બોપલ, શીલજ, ઘૂમા, શેલા, SG હાઇ-વે, વેજલપુર, સેટેલાઇટ, બોડકદેવમાં પણ 50થી 60ની સ્પીડમાં પવન ફૂંકાઈ શકે છે. તંત્ર દ્વારા લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. 
 

3.44 PM, MAY 18 2021 ​

વાવાઝોડાની અસર : અમદાવાદમાં ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ, પાલડી, નારણપુરા પાસે પણ ભરાયા પાણી

વાવાઝોડામાં પ્રભાવિત ખેડૂતોને સહાય મળશે : મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન, કહ્યું વાવાઝોડામાં પ્રભાવિત ખેડૂતોના તાત્કાલિક સહાય મળશે, ખેતરોમાં નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાશે

3.00 PM, MAY 18 2021 ​
બપોરે 3 વાગ્યે જ અમદાવાદમાં વાવાઝોડાની શરૂઆત થઈ હતી જે બાદ આખા શહેરમાં ખૂબ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ રહ્યા હતા. અમદાવાદ તંત્ર દ્વારા લોકોને પણ ઘરમાં રહેવા જ અપીલ કરવામાં આવી છે. 

2.22 PM, MAY 18 2021 ​

શેત્રુંજી નદીમાં આવ્યું ઘોડાપૂર 

1.52 PM, MAY 18 2021 

વાવાઝોડાના કારણે ગીર સોમનાથના વેરાવળમાં માછીમારો મધદરિયે ફસાઈ ગયા હતા જે બાદ તેમનું દરિયામાંથી માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે

1.22 PM, MAY 18 2021 : અમદાવાદમાં વધી રહ્યું છે જોખમ 
ગુજરાતને ઘમરોળતું વાવાઝોડું હવે બોટાદ પહોંચી ગયું છે અને આગામી સમયમાં તે અમદાવાદ પહોંચી શકે છે. અમદાવાદમાં 60 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે. બોટાદથી વાવાઝોડું સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરશે અને નળ સરોવર થઈને વિરમગામ તરફ આગળ વધશે. 

ગુજરાતમાં આગળ ધપી રહ્યું છે તૌકતે 
તૌકતે વાવાઝોડું પહેલા કરતાં ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગમે તે સમયે અમદાવાદને સ્પર્શી શકે છે અને સાથે સાથે વડોદરા તથા સુરતમાં પણ પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાની દિશા અનુસાર તે પાટણના મધ્યમાંથી બનાસકાંઠામાં પ્રવેશ કરશે. 

40 હજાર વૃક્ષો પડ્યા, ગામોમાં વીજળી ગૂલ : CM રૂપાણીએ આપી માહિતી 
CM રૂપાણીએ આપેલ માહિતી મુજબ ગુજરાતમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની માહિતી આપતા કહ્યું કે અગાઉ કરવામાં આવેલ તૈયારીના કારણે મોટી દુર્ઘટના થઈ નથી પરંતુ 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાના કારણે 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે 1081 થાંભલાઑ પણ પડી ભાંગ્યા છે, વાવાઝોડાના કારણે 196 રસ્તાઓ બંધ થઈ ગયા હતા જ્યારે 2437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે જેમાંથી 484 ગામમાં ફરીથી વીજળી પહોંચવા લાગી છે. 

10.53 AM, MAY 18 2021 :  

તૌકતે વાવાઝોડાને લઇ CM રૂપાણીએ યોજી બેઠક : દરિયાકિનારાના 14 જિલ્લાઓની સ્થિતીની કરી સમીક્ષા, રાત્રે 4 વાગ્યા સુધી પણ CM રૂપાણી કંટ્રોલ રૂમમાં હતા હાજર

9.45 AM, MAY 18 2021 :  

BIG BREAKING : તૌકતે વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર : ગમે તે સમયે અમદાવાદ પહોંચશે વાવાઝોડું, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાંથી થશે પસાર

Cyclone Tauktae: 8.56 AM, MAY 18 2021 :  
IMDનું લેટેસ્ટ અપડેટ  હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ લેટેસ્ટ અપડેટ અનુસાર વાવાઝોડું હાલમાં ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને છેલ્લા 6 કલાકથી વાવાઝોડું દર કલાકે 10 કિમી આગળ વધે છે. ગુજરાત માટે આગામી 3 કલાક 

8.01 AM, MAY 18 2021:

અમદાવાદથી 230 કિમી દૂર છે વાવાઝોડું 

હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 7.30 અપાયેલ અપડેટ અનુસાર વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર-ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે. સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે. 

ગુજરાત પર ત્રાટક્યું તૌકતે 
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. 

ચાર જિલ્લાઓમાં ભયંકર વરસાદ 
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી. 

દીવમાં મચાવી તબાહી 
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. 

7.24 AM, MAY 18 2021

જામનગરમાં તૌકતે વાવાઝોડાની અસર : મોડી રાત બાદ વહેલી સવારે પણ ફૂંકાયો ભારે પવન

તૌકતેએ મચાવી તવાહી તબાહી : દીવમાં દરિયો ગાંડોતૂર, સાંજે 6 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પડ્યો વરસાદ, અનેક વીજપોલ, હોર્ડિંગ્સ, મોબાઈલ ટાવર ધરાશાયી, વણાકબોરા વિસ્તારમાં ભારે નુકસાન 

ભરૂચમાં તૌકતે વાવાઝોડાની અસર : દહેજના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો, દુકાનોના પતરા ઉડી ગયા

જૂનાગઢ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર : ભારે પવન સાથે પડ્યો વરસાદ, 82 જેટલા વીજપોલ, 44 જેટલા વૃક્ષ ધરાશાયી, જિલ્લામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ

તૌકતે વાવાઝોડાની અસર, ભાવનગર જળબંબાકાર : પાલિતાણામાં સવાર સુધીમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં રાત્રી દરમિયાન કુલ 5 ઈંચ વરસાદ, સમગ્ર શહેરમાં વીજપુરવઠો રાતથી જ ખોરવાયો

બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી : લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા આદેશ, જરૂરી ચીજવસ્તુઓ માટે પણ બહાર ન નિકળવા આદેશ

7.12 AM, MAY 18 2021

તૌકતે વાવાઝોડાની અમદાવાદમાં અસર : વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ; SG હાઈવે, બોડકદેવ, વેજલપુર, સોલા, મણિનગરમાં વરસાદ

11:10 PM, MAY 17 2021
અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની અસરથી મોડાસા, મેઘરજ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ

11:00 PM, MAY 17 2021
ગીરસોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે આશરે 200 જેટલા વૃક્ષો ધરાશાયી, ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી, 80થી 120ના સ્પીડે ફૂંકાયો પવન, વેરાવળના અનેક વિસ્તરાઓમાં લાઈટ બંધ થઈ હતી.

  • વાવાઝોડાની અસર ગીરસોમનાથમાં જોવા મળી. છેલ્લા 1 કલાકથી 80 કિલોમીટરની ઝડપે ફુંકાઇ રહ્યો છે પવન
  • મોરબીમાં વાવાોઝોડા ની અસર શરૂ, મોરબીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી ગુલ
  • તૌકતે વાવાઝોડાની શરૂઆતમાં પણ 120 પ્રતિ કલાકની ભારે સ્પીડ
  • તૌકતે વાવાઝોડની ખરેખરી સ્પીડ 175 કીમી પ્રતિ કલાકની છે 
  • લેન્ડફોલ વખતે સ્પીડ કંડલામાં આવેલા વાવાઝોડા જેવી છે 
  • તૌકતેની લેન્ડફોલની સ્પીડ જ ભારે હોવાથી વાવાઝોડુ ભયાનક
  • તૌકતે વાવાઝોડાની લેન્ડ ફોલ ઉનાના નવા બંદર અને રાજપરા વચ્ચે 
  • લેન્ડફોલ વખતે ઉનાથી જાફરાબાદ વચ્ચે 120ની સ્પીડનો પવન ફુંકાયો 
  • તૌકતેના લેન્ડીંગનો મુખનો ઘેરાવો 70 કીમી સુધી લાંબો
  • કોડીનારના છારાથી અમરેલીના જાફરાબાદ સુધીમાં લાંબુ લેન્ડફોલીંગ
  • લેન્ડફોલ જ્યાં થાય ત્યાં સૌથી વધારે નુકસાન થાય છે 
  • તૌકતે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા 11 વાગ્યા સુધી ચાલશે 
  • આ વખતે જમીન પર 120થી 175 સુધી પ્રતિ કલાકે પવન ફુંકાશે 
  • તૌકતે વાવઝોડાથી ભારે નુકશાની થવાના અંદાજ 
  • ગુજરાતમાં અત્યાર સુધી ભાગ્યે જ આવું વાવઝોડું આવ્યું છે
  • લેન્ડફોલની બે કલાકની પ્રક્રિયા મતલબ કે બે કલાક સુધી અતિભારે પવન

10:00 PM, MAY 17 2021
ઊના ભારે પવન વચ્ચે મોબાઇટનો ટાવર તૂટ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. દયાનંદ પૂર્વ સોસાયટી પાસે BSNLનો મોબાઇલ ટાવર તુટી પડ્યો છે. ટાવર તૂટવાની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નહીં. તૌકતે વાવાઝોડાની અસરને લઇને ભારે પવન ફૂંકાતા ટાવર તૂટી પડ્યો છે. 

9:50 PM, MAY 17 2021
ભાવનગરના મહુવા તાલુકામાં વાવાઝોડુ જમીનની સપાટી પર પહોંચી ચુક્યું છે. ગીર સોમનાથના ઉના, કોડીનાર અને તુલસી શ્યામમાં પણ વાવાઝોડાની શરૂઆત થઈ ચુકી છે. મોરબીમાં વાવાોઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અહી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત પવન અને વરસાદને કારણે વીજળી ગૂલ થઈ છે. 

9:10 PM, MAY 17 2021
તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ ગયું છે. વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે. મહુવા અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. વાવાઝોડાની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ ચુકી છે. હાલમાં ઉનામાં 114 પ્રતિ કલાકથી વધુંની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કોડિનારમાં 111 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. ગીર ગઢડામાં 118 પ્રતિ કલાકની ઝડપે  પવન ફૂંકાઇ રહ્યો છે. વેરાવળ 75 પ્રતિ કલાક અને તાલાળામાં 75 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

9:00 PM, MAY 17 2021
CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં લૅન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે અને આશરે રાત્રે 1 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર આ 4 જિલ્લાઓને વધુ અસર થવાની શક્યતા રહેશે. 

 

7.00 PM, MAY 17 2021
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સેનાની ત્રણેય પાંખ સાથે બેઠક યોજી તમામ કામગીરી અંગે ચર્ચા કરી હતી, તો બીજી તરફ માહિતી સામે આવી છે કે, ગુજરાતની સીમામાં વાવાઝોડું ત્રાટકવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગરના મહુવામાં વાવાઝોડું હિટ થવાની શરૂઆત થઈ ચૂક છે, મહુવામાં 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો.

7.00 PM, MAY 17 2021
Tauktae વાવાઝોડું ત્રાટકે તે પહેલા દિવમાં ભારે પવન ફૂંકાવવાથી મોટી નુકસાની, ભયના કારણે દિવના લોકો ઘરમાં પુરાયા

7.00 PM, MAY 17 2021
વાવાઝોડાને લઇ ST નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે બપોરે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરથી દરિયાઈ વિસ્તારોમાં ચાલી રહેલ ST સેવા કરવામાં આવી છે જેમાં 12 હજારની ટ્રીપમાંથી 4 હજાર ટ્રીપ બંધ કરી છે. સાથે જ ઊના, અમરેલી, જામનગર સહિતના તથા ઊના, અમરેલી, જામનગર રૂટ બંધ કર્યા છે.  ગીર સોમનાથનો દરિયો રુદ્ર સ્વરૂપમાં  જોવા મળ્યો છે. કોડીનારના મૂળ દ્વારકા ગામે દરિયાના પાણી ઘૂસી ગયા છે. આ સાથે એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. આ દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે.

6.30 PM, MAY 17 2021

વડોદરામાં તોકતે વાવાઝોડાના કારણે અટલાદરા યજ્ઞ પુરુષ કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, લાઈટો જાય તો કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ તેને લઈ તંત્રની કામગીરી

6.00 PM, MAY 17 2021
માત્ર 78 કિમી દૂર છે તૌકતે
હવે દીવ-દમણથી હવે માત્ર 78 કિમી દૂર છે તૌકતે વાવાઝોડું, ભારે પવન અને દરિયાના મોજા ઘણા ઉંચા ઊછળી રહ્યા છે. તૈયારીના ભાગ રૂપે ઘણી બધી સુરક્ષા ટીમો ત્યાં તૈયાર છે. 

 

 

4.30 PM, MAY 17 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી

તૌકતે વાવાઝોડાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે વિજય રૂપાણીને રાજ્યમાં કેવી તૈયારીઓ કરી છે તે વિશે માહિતી પણ માંગી, અને સાથે જ એમ પણ કહ્યું કે કેન્દ્ર તરફથી પૂરતી મદદ ગુજરાતને મળશે. 

 

 

2.45 PM, MAY 17 2021
દીવ-દમણમાં તૌકતે ત્રાટકવાની તૈયારી
હવે ગણતરીના કલાકોમાં વાવાઝોડું દીવ દમણમાં ટકરાશે, ત્યારે તૈયારીના ભાગરૂપે દમણ પ્રશાસન એલર્ટ પર છે. ઉચ્ચ અધિકારીઓએ 250થી વધુ લોકોનું સ્થળાંતરણ કરાયું છે. સ્થળાંતરણ માટે 3 આશ્રય સ્થાન બનાવાયા છે. છેલ્લા 6 કલાકથી આશરે 15 કિલોમીટર/કલાકની ઝડપથી વાવાઝોડાનું કેન્દ્ર આગળ વધી રહ્યું છે.

2.00 PM, MAY 17 2021
દીવથી માત્ર 120 કિમી દૂર છે તૌકતે
થોડા જ કલાકોમાં હવે ગુજરાતને તૌકતે વાવાઝોડું ટકરાવવાનું છે ત્યારે NDRF-SDRFની ટીમ તૈનાત દરિયા કાંઠે તૈયાર છે. દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ 174 ICU ઓન-વ્હીલ તૈનાત કરવામાં આવી છે. 

12.30 PM, MAY 17 2021
તૌકતે સોમવારે સાંજે ગુજરાતને ટકરાશે 
તૌકતે વાવાઝોડું અત્યંત પ્રચંડ વેગ સાથે ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે વાવાઝોડું હાલમાં ગુજરાતના વેરાવળ બંદરથી આશરે 250 કિમી દૂર છે તથા વાવાઝોડું ગુજરાતને ટકરાય ત્યારે પવનની ગતિ 155-165 કિમી/કલાક હોઇ શકે છે. પોરબંદરથી મહુવાની વચ્ચેથી સોમવારે સાંજે 8થી રાતના 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવી આશંકા છે અને છેલ્લા 6 કલાકથી આશરે 15 કિલોમીટર/કલાકની ઝડપથી વાવાઝોડાનું કેન્દ્ર આગળ વધી રહ્યું છે. 

11.30 AM, MAY 17 2021
તૌકતે વાવાઝોડાનું સંકટ
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નં.નું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામેગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 

10.30 AM, MAY 17 2021
અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું 
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. 

10.00 AM, MAY 17 2021
સોમવારે રાત્રે જ ગુજરાતને ટક્કર મારશે વાવાઝોડું 
ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે વાવાઝોડાની ગતિ ખૂબ જ વધી રહી છે અને પ્રચંડ વેગ સાથે વાવાઝોડું હવે આજે રાત્રે જ આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે. ગુજરાતના પોરબંદરથી મહુવાની વચ્ચે આ વાવાઝોડું ટકરાશે જેમાં અત્યંત ભયંકર કહી શકાય તેમ 156થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

8.49 AM, MAY 17 2021

વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર : ભારે પવન ફૂંકાતા નંદેસરીની પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીનો ટાવર થયો ધરાશાયી; કર્મચારીનું નીપજ્યું મોત

8.40 AM, MAY 17 2021

ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા, દરિયાકિનારાના બંદરે મહા ભયજનક સિગ્નલ લગાવાયા : અમરેલીના જાફરાબાદ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું

8.30 AM, MAY 17 2021

ગુજરાતના અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લઆમાં રાત્રે ધરા ધ્રૂજી હતી. અમરેલી, ગીર સોમનાથની સાથે સાથે દીવ, ઉના, સુત્રાપાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે રાત્રે મોટા 3 કલાક 35 મિનીટે આવેલા આ ભૂકંપની તીવ્રતા 4.8 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક દક્ષિણ-પૂર્વમાં ભૂગર્ભમાં 5.2 કિ.મી.નીચે હતું. 

8. AM, MAY 17 2021

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

11: 01 PM,  May 16 2021
રાજકોટમાં વાવાઝોડાના પગલે રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહને આ અંગે નિવેદન કરતા જણાવ્યુ છે કે લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. કોવિડ હોસ્પિટલમાં પાવર બેકઅપની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાતં તેમણે જણાવ્યુ હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ લોકો કોઝ-વે પુલિયા પરથી શક્ય હોઈતો પસાર કરવાનું ટાળે.  તેમજ હોર્ડિગ  ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

10: 01 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયા કિનારે ટકરાતા પહેલા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગુજરાત અને મહારાષ્ટ્ર દરિયા કિનારા પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ગુજરાત, દમણ અને દીવમાં વાવઝોડાના પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

09: 45 PM,  May 16 2021
પોરબંદરમાં વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાંથી 17 દર્દીઓને જૂનાગઢ રીફર કરાયા, કોવિડ હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને ખસેડાયા, 108 અને ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઇ જવામાં આવ્યાં હતા.

09: 25 PM,  May 16 2021
"તૌકતે" વાવાઝોડાના સંદર્ભે રાજયમંત્રી વાસણ આહીરના અધ્યક્ષ સ્થાને કચ્છમાં યોજાઈ બેઠક, કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી માછીમારો, અગરિયાઓ સહિતના લોકોનું કરાયું સ્થળાંતર

08: 25 PM,  May 16 2021
રિલાયન્સથી જામનગર-રાજકોટ માર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે. વાવાઝોડાની અસરથી ઓક્સિજન સપ્લાય ન ખોરવાય માટે આયોજન કરાયું છે. ઓક્સિજન સપ્લાય જાળવી રાખવા કેન્દ્ર સરકારની સૂચના મળી હોવાની વાત જિલ્લા કલેક્ટરે કરી છે. આ સાથે કલેક્ટરે કહ્યું કે, આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રાખી છે. 200 SSB જવાનો પણ સ્ટેન્ડ બાય છે. અને જરૂર પડ્યે એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. તો ખાસ સમાચારમાં જિલ્લા કલેક્ટરે આંકડો આપ્યો છે કે, વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી 22 ગામના 29 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. તો દરિયાકાંઠાની કોવિડ હોસ્પિટલના આઠ અને નવમા માળના દર્દીઓને શિફ્ટ કરાશે.

08: 15 PM,  May 16 2021
પોરબંદરના જુબેલી વિસ્તારમાં NDRFના જવાનોને લઈ જતી બસમાં આગ લાગી હતી. સંભવિત શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ફાયર બ્રિગેડે સમયસૂચકતા દાખવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. 

08: 00 PM,  May 16 2021
પશ્વિમ ભારતીય દરિયાકિનારે ત્રાટકી રહેલા વાવાઝોડાને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ અસરગ્રસ્ત બંદરોની સ્થિતિની માહિતી મેળવી. 

07: 00 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડાને લઈને 56 ટ્રેન રદ કરવામાં આવી છે. 15થી 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ કરી દેવાઈ છે. સાથે મુંબઈ સેન્ટ્રલ-ઓખા સહિતની 56 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓખા-રામેશ્વર-એર્નાકુલમની ટ્રેન અમદાવાદથી ઉપડશે.

06: 33 PM,  May 16 2021
કર્ણાટકના ઉત્તરકન્નડમાં તૌકતે વાવાઝોડાને કારણે 71 મકાન, 76 માછીમારોની બોટ અને 271 વીજપોલને નુકસાન થયું જ્યારે જિલ્લાના એક નાગરિકનું પણ મૃત્યું થયું.

06: 33 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડાને લઈને વડોદરામાં તંત્ર દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે. કોઈ પણ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને આફતની સ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 1077 નંબરની હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. 

06: 29 PM,  May 16 2021
પોરબંદરના નવીબંદરથી 95 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નિચાણવાળા વિસ્તારમાં વસતા માછીમારી કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.તમામ લોકોને ઉટળા ગામે સાયકલોન સેન્ટરમાં રાખવામાં આવશે. માધવપુર ઘેડ સહિતના 40 ગામોના લોકોને સ્થળઅંતર કરવાની હાલ શરૂ કરવામાં આવી છે.

06: 21 PM,  May 16 2021
ગોવામાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જારે કરેલી તસ્વીરમાં વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધતું હોવાનું સ્પષ્ટ દેખાયું.

 

06: 05 PM,  May 16 2021
ગુજરાત પર વાવાઝોડાના જોખમ વચ્ચે બોટો સંપર્કની બહાર જોવા મળી છે. વેરાવળની 200થી 300 બોટો મધદરિયે હોવાની આશંકા સેવાઇ રહી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. બોટોનો સંપર્ક થતો ન જોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે. હેલીકોપ્ટર અને કોસ્ટગાર્ડની મદદથી બોટોનો સંપર્ક કરવાની માંગ કરવામાં આવી છે. વેરાવળ તંત્ર દ્વારા  તમામ બોટ બંદરે લવાઈ હોવાનો દાવો કરવાામાં આવી રહ્યો છે. તેમજ તંત્રએ જણાવ્યુ છે કે રજીસ્ટ્રેશન થયેલી તમામ 8941 બોટ બંદરે પહોંચી ચુકી છે.

06: 00 PM,  May 16 2021
તો આ સાથે ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે પણ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાત વિદ્યુત કંપનીના 2 હજાર કર્મચારીઓને ખાસ આ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. જો કોઈ જગ્યાએ વીજળીને લગતી સમસ્યા આવશે. તો તેની તુરંત સમાધાન કરવા માટે કર્મચારીઓ તૈયાર છે. 

05: 57 PM,  May 16 2021
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ. બારડોલી-મહુવા પંથકમાં અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. 

05: 30 PM,  May 16 2021
કેન્દ્રીય હવામાન વિભાગ IMD દ્વારા એક માહિતી જાહેર કરાઈ છે. જેમાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 કલાકમાં વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. IMDએ જે જિલ્લાઓના નામ આપ્યા તેમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી,સુરત ભરૂચ, ડાંગ અને દાહોદમાં વરસાદી માહોલ જોવા મળશે. 

05: 15 PM,  May 16 2021
વાવાઝોડુ ગોવાને પાર કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યુ. મુંબઇના મેયર કિશોરી પેડનેકરના જણાવ્યા પ્રમાણે ગોવાથી પાર કરીને તૌકતે રત્નાગીરી પહોંચી ચુક્યું છે. મહારાષ્ટ્ર સરકાર વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આવતી કાલ સાંજ સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં પહોંચી શકે છે. 

05: 13 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રથી ગુજરાત તરફ પૂર ઝડપે ગતિ કરી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈને તમામ માછીમારોને પરત ફરવા માટે આદેશ કરાયો છે. હાલ મહારાષ્ટ્રની 18 અને ગુજરાતની 1 મળીને કુલ 19 બોટને બાદ કરતા તમામ માછીમારો સલામત રીતે દરિયાકાંઠે પહોંચી ચૂક્યા છે. 

04: 59 PM,  May 16 2021
કેરળના તિરૂવનંતપુરમના એક દરિયાકાંઠાના ગામ વલિયાથુરામાં દરિયાના ઊંચા અને ધસમસતા મોજાએ કેટલાક ઘરોમાં નુકસાન પહોંચાડ્યું.


04: 20 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડું કેરળના દરિયા કિનારે ત્રાટ્યું છે, વાવાઝોડું ત્રાટકતા દરિયાઈ મોજા ઉંચા ઉછળતા જોવા મળ્યા તેમજ પાણી ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે જેનો વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તૌકતે કેટલું વિનાશક બન્યું છે અને કેવી રીતે તાડવ મચાવી રહ્યું છે.

03: 34 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડું આખરે કેરળના દરિયાકાંઠે ટકરાયું છે, વાવાઝોડું ટકરાતા જ આસપાસના વિસ્તારોમાં દરિયાઈ પાણી ફરિવળ્યા છે, ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો દરિયાઈ મોજા ઉચે સુધી ઉછળતા જોવા મળી રહ્યા છે મોજા ઉંચા ઉછળતા દરિયાઈ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ચુક્યા છે, કેરળમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે,તૌકતે વાવાઝોડું હાલ ગુજરાતથી 450 કિ.મી અંતર જેટલું દૂર મનાઈ રહ્યું છે આ વાવાઝોડું 18મે ના રોજ સવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકવાની સંભાવના સેવાઈ રહી છે.

  • .

02: 37 PM,  May 16 2021 
NDRF દ્વારા સંબંધિત રાજ્યોમાં બચાવની 79 ટીમો તૈનાત કરી અને 22 વધારાની ટીમો પણ કામે લગાવી,સૈન્ય,નેવી અને કોસ્ટગાર્ડને અલર્ટ રહેવાના આદેશ.

02: 24 PM,  May 16 2021 
IDMના ડિરેક્ટર જયંત સરકારની મોટી આગાહી, 17 મેના સાંજના સમયે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે,
18 મેની વહેલી સવારે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત કાંઠેથી પસાર થવાની સંભાવના છે.

02:12 PM,  May 16 2021
દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ ચક્રવાત તૌકતેને કારણે ગોવા રૂટ પરની અનેક ટ્રેનો રદ કરી છે.

02:04 PM,  May 16 2021
મુંબઇમાં કોરોનાના 580 દર્દીઓને કરાયા શિફ્ટ, વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડવાની આગાહી

01:54 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડાએ કર્ણાટકમાં મચાવ્યો કહેર, 6 જિલ્લામાં 4થી વધુ લોકોના મૃત્યુ, 73થી વધુ ઘાયલ: કર્ણાટક સરકારના વિભાગે કરી પુષ્ટિ. તેલંગાણામાં વીજળી પડતા બે લોકોના મોત

01:50 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકાંઠે ટકરાયું, દરિયામાં વિશાળ મોજા અને ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી

 

01:40 PM,  May 16 2021
તૌકતે વાવાઝોડાની સંભાવના વચ્ચે ગુજરાતના અમરેલીમાંથી મહારાષ્ટ્રની બોટ ગૂમ થઈ. અમરેલી નજીક સમુદ્રમાં મહારાષ્ટ્રની બોટ ગૂમ થઈ જેમાં 14 લોકો સવાર હતા. બોટ ગૂમ થવાને લઈને મહારાષ્ટ્ર ફિશરીઝ વિભારે જાફરાબાદ બોટ એસોસિએશનનો સંપર્ક કર્યો. દીવ, વણાંકબારા, રાજપર, મહુવા બંદર પર મહારાષ્ટ્રની બોટ ન મળતા તંત્ર દોડતું થયું છે. 

01:29 PM,  May 16 2021
દ્વારકામાં વાવાઝોડાને લઇ અધિકારીઓના નંબર કરાયા જાહેર છે. મામલતદાર TDO સહિત કચેરીઓના નંબર કરાયા જાહેર છે. વાવાઝોડાના સંકટને લઇ વિવિધ વિસ્તારમાં સંબંધિત અધિકારીઓ ખડેપગે રહેશે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે SP, કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચન અપાઇ છે. સંભવિત વાવાઝોડાંને લઈ ગોમતીઘાટ સુધીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક યુવાનો ગોમતી ઘાટના દરિયા કિનારે ન્હાતા અને મસ્તી કરતા જોવા મળ્યા છે. 

 

11:25 PM,  May 15 2021
અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે તૌકતે, હાલ વાવાઝોડું પંજીમ-ગોવાથી 220, મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે

08:25 PM,  May 15 2021
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના દિરિયા કિનારે તોકતે નામનું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આ વાવાઝોડાની સંભવિત અસરને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18 મેના રોજ રાજ્યના દરિયાકાંઠે તોકતે નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આ વાવાઝોડાની મોરબીના 7 અને માળિયાના 4 એમ કુલ 11 ગામોમાં અસર થવાની શકયતા છે. 

08:20 PM,  May 15 2021

આથી આ ગામોમાં રાહત અને બચાવની કામગીરીની આગોતરી તૈયારી કરવામાં આવી છે. રેવન્યુ કર્મચારીથી લઈ વર્ગ-1 કક્ષાના અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવી છે. દરિયામાં 167 બોટ હતી જે.તમામ બોટ દરિયાકિનારે  પરત ફરી છે એઠલે કે, હાલ  એકપણ બોટ તેમજ માછીમાર દરિયોમાં નથી. જો કે વાવઝોડાને કારણે ઝાંઝવતી પવન ફૂંકવાની શકયતા હોવાથી વૃક્ષો કે વીજપોલ પડે અને ટ્રાફિકજામ કે રસ્તા બ્લોક ન થાય તે માટે આરએનબી અને ફોરેસ્ટ ટીમોની રચના કરવામાં આવી છે.  આ ઉપરાંત સરકારે રાહત અને બચાવની કામગીરી માટે મોરબી જિલ્લાને બે NDRFની ટીમ ફાળવી છે.

08:15 PM,  May 15 2021

સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો અસર વર્તાઇ રહી છે ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા પણ આગોતરી તૈયારી હાથ ધરી છે અને કુલ 16 ટિમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિને પહોંચીવવા તમામ ટિમો સાધનોથી સજ્જ કરવામાં આવી છે. એક તરફ કોરોના લહેર યથાવત છે ત્યાં હવે તૌકતે વાવાઝોડાનો ખતરો ઘેરાઇ રહ્યો છે. તૌકતે વાવાઝોડાના પગલે સુરત શહેરમાં ફાયર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે ફાયર તંત્ર 16 ટીમ તૈયાર કરીને સાધનો સાથે સજ્જ છે. 

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે એક ફાયર ફાયરની ટીમમાં 6 ફાયર જવાનો લાઈફ જેકેટ, રીંગ બોયા, ઝાડ કાપવાના મશીનો સહિતના સાધનો સાથે તહેનાત કરવામાં આવ્યા છે. જોકે આ ટીમ આજથી ત્રણેક દિવસ સુધી એલર્ટ રહેશે. આ સાથે ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

08:10 PM,  May 15 2021

તૌકતે વાવાજોડાએ ફરી સૌરાષ્ટ્ર તરફના માર્ગ તરફ પ્રયાણ કરતા સરકાર અને પ્રસાસનની ચિંતામાં વધારો થયો છે. ત્યારે જામનગર સ્થાનિક વહીવટી તંત્રએ ગ્રાઉન્ડ ઝીરોની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જાનહાનિ રોકવા અને ત્વરિત બચાવ કાર્ય માટે NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. વાયુસેનાની મદદથી NDRFના જવાનોને જામનગર પહોંચાડાયા હતા. અહીંથી બે ટીમ જામનગરને ફાળવવામાં આવી છે. જયારે અન્ય ટીમને દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં રવામાં કરાઈ છે.

08:00 PM,  May 15 2021

ગુજરાતના દરિયાકાંઠા તૌકેતના સંકટના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો આપ્યો હતો. CMએ કહ્યું કે, તમામ પ્રકારની વ્યવસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી દેવાઈ છે. મેડિકલ સુવિધા અંગે પણ અગાઉથી તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ દરિયાઈ વિસ્તારના કલેક્ટરોને સતર્ક કરી દેવાયા છે. અને સૂચના આપી દેવાઈ છે. સાથે દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને પણ જમીન પર બોલાવી લેવાશે.

કેન્દ્ર તરફથી 24 NDRFની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. સાથે ગુજરાતની 10 જેટલી ઈમરજન્સી ટીમને પણ જે તે સ્થળ પર મોકલી દેવાઈ છે. તેમની સાથે ફોરેસ્ટ વિભાગને પણ કાર્યરત કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો વાવાઝોડાની અસરથી ઝાડ પડવા અને રસ્તા રોકાવવાની સ્થિતિને પહોંચી વળવા માટે વનવિભાગના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. 

06:30 PM,  May 15 2021

તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ વાયુ સેના ગુજરાતની મદદે આવી પહોંચી છે. વાયુસેનાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ગુજરાત પહોંચી ગયા છે. વાયુ સેનાની મદદથી NDRFની ટીમ જામનગર પહોંચી છે. NDRFના 278 જવાનોને જામનગર અને રાજકોટ લવાયા છે. જેમની સાથે રેસ્ક્યુ માટેના તમામ સાધનો વાયુસેનાના એરક્રાફટમાં પણ લવાયા છે. ભુવનેશ્વર અને ભટીંડાથી NDRFની ટુકડીઓ ગુજરાત પહોંચી ચૂકી છે. 

06:00 PM,  May 15 2021

સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા પણ આગોતરી તૈયારી હાથ ધરી છે. અને કુલ 16 ટિમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિને પહોંચીવવા તમામ ટીમો સાધનોથી સજ્જ કરવામાં આવી છે. એક તરફ કોરોના લહેર યથાવત છે ત્યાં હવે તૌકતે વાવાઝોડાનો ખતરો ઘેરાઇ રહ્યો છે. 

તૌકતે વાવાઝોડાના પગલે સુરત શહેરમાં ફાયર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે ફાયર તંત્ર 16 ટીમ તૈયાર કરીને સાધનો સાથે સજ્જ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે એક ફાયર ફાયરની ટીમમાં 6 ફાયર જવાનો લાઈફ જેકેટ, રીંગ બોયા, ઝાડ કાપવાના મશીનો સહિતના સાધનો સાથે તહેનાત કરવામાં આવ્યા છે. જોકે આ ટીમ આજથી ત્રણેક દિવસ સુધી એલર્ટ રહેશે. આ સાથે ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

05:10 PM,  May 15 2021

તૌકતે વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી 250 કિમી દૂર સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે. 

05:08 PM, May 15 2021

તારીખ પ્રમાણે વાવાઝોડાની અપડેટ

તૌકતે વાવાઝોડું રત્નાગીરીથી ઉત્તર-પશ્વિમ તરફી માર્ગ બદલશે. અને 18મેના સવારે સોમનાથથી 260 કિમી દૂર દરિયામાં આક્રમક બનશે. વાવઝોડું 18 કે 19 મેથી સૌરાષ્ટ્રના ભાગમાં હીટ થવાની સંભાવના છે. 18 મેની રાત્રીએ પોરબંદરથી દ્વારકાની વચ્ચે વાવાઝોડું હીટ થઈ શકે છે. વાવાઝોડું પશ્વિમ તરફ આગળ વધશે તો નલિયામાં હીટ થવાની સંભાવના છે. વાવાઝોડા વખતે પવન 100થી 120 કિમી પ્રતિ કલાક હશે. 18 મે અને 19મે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે. ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થશે. અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ વરસાદ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે છે.

04:00 PM, May 15 2021

મુખ્યમંત્રીએ વાવાઝોડાની તૈયારી અંગે આપ્યું નિવેદન

રાજ્ય પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને CM રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. NDRFની ટીમો પહોંચી ગઇ છે. એકપણ મોત ના થાય તે દિશામાં કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડું અસર કરશે.

03:30 PM, May 15 2021

ગુજરાતના દરિયા કિનારે આવનારા 'તૌકતે' વાવાઝોડાને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. વાવાઝોડાને લઈ કોંગ્રેસના નેતાઓને લોકોની મદદ માટે હાકલ કરી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ લોકોની મદદ માટે પહોંચે તેવું રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે. જરૂરિયાતમંદોને કોઈપણ ભોગે મદદ કરો. ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને તમિલનાડુમાં વાવાઝોડા તૌકતેની અસર જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live Cyclone Tauktae live news Tauktae tauktae cyclone news gujarati તૌકતે વાવાઝોડું tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ