ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના બિલ્ડરની ખરી શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને કરી 21,00,000ની મદદ

ગુજરાત / સુરતના બિલ્ડરની ખરી શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને કરી 21,00,000ની મદદ

Published By: Jay Bhatt

Last Updated: 12:02 PM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રક્ષા કરતા શહીદના પરિવારનું દુ:ખ સુરતના બિલ્ડરથી ન શહન ન થયું. તાત્કાલિક શહીદ પરિવારને મળીને અધધધ 21,00,000ની મદદ કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.

ADVERTISEMENT

Surat News: ગુજરાતનો પુત્ર દેશની રક્ષા કાજે શહીદ થયો, જે બાદ વીર જવાનની અંતિમ વિધિ પોતાના માદરે વતન અમરેલીમાં કરવામાં આવી. શહીદના પરિવારનું આક્રંદ જોઈને સુરતના બિલ્ડર હ્રદય જ દ્રવી ઉઠ્યું અને તેઓએ 21 લાખની મદદ કરીને ખરા અર્થમાં શ્રદ્ધાંજિલ આપી હતી.

અમરેલીનો પુત્ર થયો શહીદ

સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડે 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ'માં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત મેહુલ ભુવા (ભરવાડ) ફરજ દરમ્યાન શહીદ થયા હતા. બે દિવસ બાદ એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ શહીદના અંતિમ સંસ્કાર વતનમાં જ કરવામાં આવ્યા હતા.

વીડિયો જોઈને બિલ્ડર ભાવુક થઈ ગયા હતા

અંતિમ સંસ્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો, જેમાં શહીદ જવાનના પત્ની અને દીકરાને રડતો જોઈને સુરતના બિલ્ડર ભાવુક થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક સુરતથી કારનો કાફલો લઈ મદદ માટે શહીદ પરિવારના વતન દોડી ગયા હતા.

vtv app promotion

વિજયભાઈએ મદદ કરી સમાજમાં દાખલો બેસાડ્યો

બાળકના શિક્ષણ અને ભવિષ્ય માટે તાત્કાલિક ગાડીઓના કાફલા સાથે ગામે પહોંચીને બિલ્ડરે 21,00,000 રૂપિયાની સહાય કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો. એક રીતે જોઈએ વિજયભાઈ ભરવાડે તો શહીદને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ વાંચો : હવે સંગઠનના માળખામાં મોટા ફેરફારની શક્યતા, જૂના જોગીઓ ફાવી જાય તો નવાઇ નહીં!

શું કહ્યું બિલ્ડર વિજયભાઈ ભરવાડે?

આ અંગે બિલ્ડર વિજયભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 'જે જવાન દેશ માટે શહીદ થયો તેના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે. શહીદના બાળકો અને તેની ફેમિલોનો વિચાર આવતા તેની જવાબદારી લીધી. અમારી ટીમે નક્કી કર્યું અને પછી શહીદના પરિવારને 21 લાખ રુપિયાની સહાય કરી હતી.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat builder help Martyr's family Mehul Bhuva Vijay Bharwad

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ