બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘાટલોડીયામાં 'સરદાર@150 યુનિટી માર્ચ' યોજાઈ

અમદાવાદ / CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘાટલોડીયામાં 'સરદાર@150 યુનિટી માર્ચ' યોજાઈ

Priykant Shrimali

Last Updated: 08:41 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150th Birth Anniversary of Sardar Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું

150th Birth Anniversary of Sardar Patel : અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું. આ માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિકરૂપ તરીકે યોજાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાને પોતાના મત વિસ્તારમાંથી આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું.

આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ યોજવામાં આવ્યો છે. આ યુનિટી માર્ચ દ્વારા જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ પ્રસારીત કરવાનો ઉદ્દેશ છે. રાજ્યવ્યાપી યુનિટી માર્ચ 9 નવેમ્બરે જૂનાગઢથી શરૂ થયુ હતું અને વિધાનસભા વિસ્તાર વાઈઝ આયોજન હેઠળ આજે ઘાટલોડીયાથી પ્રસ્થાન કરાવાયું.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે 562 રજવાડાઓના વિલીનીકરણ દ્વારા એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વરૂપમાં સાકાર કર્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ અને પ્રગતિનો માર્ગ ઝડપી રહ્યો છે. તેમણે ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું કે, સરદાર સાહેબને યાદ રાખીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવું આવશ્યક છે. યુનિટી માર્ચમાં જોડાયેલા બધા સામૂહિક રીતે સ્વદેશી અપનાવવાના અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવાના શપથ લીધા.

આ પણ વાંચો : અમિત શાહ બનશે ભાવનગરનાં મહેમાન, ભાવનગરનાં કમલમનું લોકાર્પણ કરશે

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કર્યું. રાજકીય નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ મહાનગરના અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી આ યુનિટી માર્ચ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં દેશના દરેક નાગરિકને રાષ્ટ્રીય એકતા અને સ્વદેશીનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CM Bhupendra Patel 150th Birth Anniversary of Sardar Patel Sardar@150 Unity March
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ