બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કેવી રીતે?

ગાંધીનગર / ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કેવી રીતે?

Ajitsinh Jadeja

Last Updated: 09:19 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે.

ગુજરાતમાં જમીન માપણીની ભૂલો સુધારવા સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં જમીન માપણીની ભૂલો સુધારવા માટે હવે ભૂમિ સીમાંકન પદ્ધતિ હેઠળ એકસમાન આયોજન કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સમિતિઓની રચના કરવામાં આવશે. ખેતીની જમીનોના પ્રમોલગેશન (જમીન માપણી) બાદ સામે આવેલી ક્ષતિઓ અને ખેડૂતોની ફરિયાદોના નિકાલ માટે સરકારે નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે.

રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે. આ માટેના જરૂરી દિશાનિર્દેશો મહેસૂલ વિભાગને આપ્યા છે.

આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે સાત કેટેગરી નિયત કરવામાં આવી છે. ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ પરીક્ષા કેન્દ્ર પર મેડીકલ ટીમ, તડકે ન રાખવા, બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો નિર્ણય

આ નિર્ણયને પરિણામે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા થશે અને 'ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ'ને વેગ મળશે. નાગરિકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જટિલ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' સમિતિ બનાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Farmer Kisan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ