બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પરીક્ષા કેન્દ્ર પર મેડીકલ ટીમ, તડકે ન રાખવા, બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો નિર્ણય
Last Updated: 07:05 PM, 11 March 2026
અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવતા જિલ્લા શિક્ષણ વિભાગ સતર્ક બન્યો છે. હવામાન વિભાગે શહેર માટે યલો એલર્ટ જાહેર કરતાં બોર્ડ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT

જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને શાળાની અંદર છાંયડાવાળા સ્થળે રાખવામાં આવે. વિદ્યાર્થીઓને તડકામાં બહાર ઊભા ન રાખવા અને શક્ય તેટલી ઠંડકવાળી જગ્યાએ બેસાડવાની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સંબંધિત કોઈ પણ ઈમરજન્સી માટે મેડિકલ ટીમ તૈનાત રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પાણી અને જરૂરી પ્રાથમિક સારવારની વ્યવસ્થા રાખવા પર ભાર મૂકાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતના સચિન GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધુ બ્લાસ્ટથી હડકંપ
હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. તેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે બોર્ડ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.