બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સચિન GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધુ બ્લાસ્ટથી હડકંપ

નાસભાગ / સુરતના સચિન GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધુ બ્લાસ્ટથી હડકંપ

Vishal Khamar

Last Updated: 06:34 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં આગની ઘટના સામે આવી છે. જેમાં એથલ કંપનીના મિલ અને કેમિકલ વેરહાઉસમાં આગ લાગી હતી. કંપનીમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનામાં 20 થી વધુ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટના પ્રચંડ ધડાકાથી 2 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બ્લાસ્ટ પછી કેમિકલના ડ્રમ પણ રસ્તા પર ઉડ્યા હતા. કેમિકલ ઉડવાના કારણે રસ્તા પર ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગ્રેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટાના પગલે આસપાસમાં આવેલ અન્ય વેરહાઉસ પણ સળગી ઉઠ્યા હતા. તેમજ આજુબાજુમાં આવેલ બિલ્ડીંગોના ધડાકાના કારણે કાચ તૂટી પડ્યા હતા. તેમજ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. કંપનીના વેરહાઉસમાં આગ લાગ્યા બાગ બાજુમાં રહેલ શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ અને શક્તિ પ્લાયવુડ કંપનીમાં પણ આગ પ્રસરી હતી. તેમજ શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.

પોલીસે એક કિમીનો એરિયા કોર્ડન કર્યો

DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, એથર કંપનીના વેરહાઉસમાં આગ લાગ્યાની જાણ થતા પોલીસે તાત્કાલીક એક કિલોમીટર સુધીનો એરિયા કોર્ડન કરી લીધો હતો. તેમજ આગ દરમ્યાન કોઈ જાનહાની સર્જાઈ હોય તેવી કોઈ માહિતી હાલ સુધી મળી નથી.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત

આગ વધુ વિકરાળ બનતા ફાયર ફાઈટર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલ માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. તેમજ પાંચ કિમી દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Surat News Surat Sachin GIDC
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ