બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત

ગુજરાત / બનાસકાંઠામાં અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત

Pravin Joshi

Last Updated: 05:59 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના ગુંદરી હાઈવે પર ભયાનક અકસ્માતમાં બે વિદ્યાર્થીના દુઃખદ મોત થયા છે. ધોરણ 12ની પરીક્ષા આપવા જતા બંને વિદ્યાર્થીને ટેન્કરે ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેમનું અવસાન થયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે યુવા વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. પાંથાવાડા નજીક આવેલા ગુંદરી હાઈવે પર ભેરૂનાથ હોટલ પાસે ટેન્કર અને બાઈક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતાં તેઓને બચાવી શકાયા નહોતા.

didha - 2026-03-11T175901.661

મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થી બાઈક પર સવાર થઈ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે બંને વિદ્યાર્થીઓ રસ્તા પર ફંગોળાઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું અવસાન થયું હતું.

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓમાં હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉંમર 17 વર્ષ, રહે. ગુંદરી) અને લાલાભાઈ વિહાભાઈ ચૌધરી (ઉંમર 17 વર્ષ, રહે. સાતસણ)નો સમાવેશ થાય છે. બંને વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધવાના સપના સાથે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, પરંતુ આ દુર્ઘટનાએ તેમના સપનાઓને અધૂરા રાખી દીધા.

આ પણ વાંચોઃ લેબનાન પર ઇઝરાયલી હુમલામાં 14 લોકોના મોત, અહી દુબઈમાં ડ્રોન વિસ્ફોટમાં 4 વિદેશી નાગરિકો ઘાયલ

આશાસ્પદ વિદ્યાર્થીઓના અચાનક અવસાનથી ગુંદરી અને સાતસણ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવે ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખ અને રોષ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GundariHighway Banaskantha RoadAccident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ