બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / BCA સેમેસ્ટર 5નું પેપર અચાનક કરવામાં આવ્યું રદ, 2200 વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે પરીક્ષા

છબરડો / BCA સેમેસ્ટર 5નું પેપર અચાનક કરવામાં આવ્યું રદ, 2200 વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે પરીક્ષા

Priykant Shrimali

Last Updated: 10:48 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCA Sem 5 Paper Cancelled : આ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, BCA સેમેસ્ટર 5નું પાયથન પેપર રદ, જાણો શું હતું કારણ અહીં એક જ ક્લિકમાં

BCA Sem 5 Paper Cancelled : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ‘પ્રોગ્રામિંગ ઇન પાયથન’ વિષયનું થિયરી પેપર રદ કરવામાં આવ્યું છે અને હવે 22 નવેમ્બર ના રોજ ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયથી કુલ 2200 વિદ્યાર્થીઓ પર સીધી અસર થશે.

શું છે સમગ્ર મામલો?

જામનગરની એચ.જે. દોશી કોલેજમાં લેવાયેલ ઇન્ટરનલ પરીક્ષાનું જ એ જ પેપર બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ફાઇનલ પરીક્ષામાં આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા ABVPના કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ થવા પામ્યો હતો અને આ મુદ્દો ચર્ચામાં આવ્યો.

વિષયને ગંભીરતાથી લઈને યુનિવર્સિટીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે, ઇન્ટરનલ પરીક્ષાનું અને ફાઇનલ પરીક્ષાનું બંને પેપર એકસરખું હતું. આ મોટો ગેરરીતિનો મુદ્દો સામે આવતા યુનિવર્સિટી પાસે પેપર રદ કરવાનો વિકલ્પ સિવાય બીજો રસ્તો ન રહ્યો.

યુનિવર્સિટીના નિર્ણયની સત્તાવાર જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર પ્રમાણે પેપર ફરીથી લઈ વિદ્યાર્થીઓને યોગ્ય અને સ્વચ્છ પરીક્ષા પ્રદાન કરાશે.

વિદ્યાર્થીઓ પર શું અસર?

  • 2200 વિદ્યાર્થીઓને ફરી એકવાર ‘પ્રોગ્રામિંગ ઇન પાયથન’નું પેપર આપવું પડશે.
  • 22 નવેમ્બરનું રિવાઈઝ્ડ પરીક્ષા શિડ્યૂલ જલદીથી તમામ કોલેજોમાં મોકલાશે.
  • વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ અપડેટ્સ માટે પોતાની કોલેજ અને યુનિવર્સિટીનો સંપર્કમાં રહે.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના, બે ગુજરાતીઓના મોત

આ ઘટનાને લઈને થોડા દિવસો પહેલા ABVPના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમના કહેવા મુજબ, આવી ભૂલો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવા જેવી છે અને જવાબદાર તંત્ર સામે પગલાં લેવાં જોઈએ. એક નાનકડી ગેરવહીવટી ભૂલને કારણે 2200 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની જરૂર પડી છે. જોકે પારદર્શિતા અને ન્યાય માટે યુનિવર્સિટીના આ નિર્ણાયની પ્રશંસા પણ થઈ રહી છે. હવે તમામની નજર 22 નવેમ્બરના પુનઃપરીક્ષાના આયોજન પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Programming in Python BCA Sem 5 Paper Cancelled Saurashtra University
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ