ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / રીબડાના અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ, હત્યા કેસમાં છે આરોપી, જાણો વિવાદ
Last Updated: 09:24 AM, 18 September 2025
ADVERTISEMENT
Aniruddhasinh Jadeja Surrender : પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)માટે આજે સરેન્ડર કરવાનોનો દિવસ છે.મહત્વનું છે કે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં આત્મસમર્પણ કરવાનું હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત કરાયું છે, જેનો આજે અંતિમ દિવસ છે. એક વાત એવી પણ છે કે, હજી સુધી તેઓએ સરેન્ડર નહિ કરતાં આજે અનિરુદ્ધ સિંહ જૂનાગઢ જેલમાં સરેન્ડર કરી શકે છે.
ADVERTISEMENT
જાણો શું હતો એ સમગ્ર કેસ ?
15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપો અનુસાર રાજકીય દુશ્મનાવીના લીધે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હત્યા અંજામ આપી હતી. આ ગંભીર કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ તરફ અનિરુદ્ધસિંહે 18 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. 29 જાન્યુઆરી, 2018ના રોજ સજા માફી માટેની ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય હવે રદ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ફરીથી સરેન્ડર કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
અન્ય વિવાદો
અનિરુદ્ધસિંહનું નામ માત્ર એક હત્યા કેસમાં જ નહીં પણ પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ આ કેસમાં ફરાર છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમને હજુ સુધી પકડી શકી નથી. અનિરુદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ પણ જમા કરાવી દીધો છે. તેમ છતાં, હવે હાઈકોર્ટના આદેશ અનુસાર તેમને આજના દિવસના અંત સુધીમાં જેલમાં આત્મસમર્પણ કરવું ફરજિયાત છે. જો તેઓ આવું ન કરે, તો તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શક્ય બની શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : હવે નવરાત્રિમાં 'ચાર ચાર બંગડી' વાળા સોંગ પર કિંજલ દવે ધૂમ મચાવશે, હાઇકોર્ટની મોટી રાહત
ADVERTISEMENT
જો સરેન્ડર નહીં કરે તો ?
હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે. જોકે ડેડલાઇન નજીક છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, જો અનિરૂદ્ધસિંહ 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે. અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT