ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / કિંજલ દવે નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડી'વાળું સોંગ, હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત / કિંજલ દવે નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડી'વાળું સોંગ, હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો

Published By: Priyankka Triveddi

Last Updated: 03:25 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળા લોકપ્રિય ગીતને લઈને મોટી હાઈકોર્ટમાંથી એક અપડેટ સામે આવી છે જે બાદ કિંજલ દવે હવે નવરાત્રિમાં આ ગીત ગાઈ શકશે નહીં.

ADVERTISEMENT

Gujarat News: કિંજલ દવે માટે ફરી માઠા સમાચાર આવ્યા છે, નવરાત્રિમાં કિંજલ દવે ચાર-ચાર બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં, કારણ કે હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા પર પહેલા છૂટ આપી હતી જે બાદ, છેલ્લી સુનાવણીમાં આ સ્ટેને ફરી લંબાવવામાં આવ્યો છે.

છેલ્લી ઘડીએ રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતા, હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયા સુધીના સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે પોતાના ગીત પર પ્રતિબંધ હટાવવાવાળા ઓર્ડર પર સ્ટે આપ્યો છે. જે 7 ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવવાની શકયતાઓ છે. કિંજલ દવેના ચાહકોને આશ હતી કે નવરાત્રિમાં ચાર ચાર બંગડીવાળું ગીત કિંજલ દવેના સૂરમાં સાંભળવા મળશે પણ હવે તે આશા પર પાણી ફરી ગયું છે.

કંપનીએ કોપી રાઇટના નામ પર કર્યો હતો કેસ

આ લોકપ્રિય થયેલા ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો. કંપનીના દાવા મુજબ આ ગીતના રાઇટ્સ પર હક ધરાવતી કંપનીએ, ગાયિકાની પરફોર્મન્સને રોકી દીધું હતું. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30 જાન્યુઆરી 2024થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મુકાયો હતો.

શું હતો કેસ?

કેસને વિગતે જોતા વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. આ દાવો કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ-ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવેએ આ ગીતની કોપી કરી હતી.

વ્યાજ સાથે રકમ ચૂકવવા માંગ કરી હતી

અરજદાર રેડ રિબને આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માગ કરી હતી. તેમજ આ કેસ ફાઈલ થઈ અત્યારસુધી કરેલી કમાણી પર 18 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માગ કરી હતી. કિંજલ દવે 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે. જેથી અરજદારે થયેલ નુકસાનીની પણ માગ કરી હતી.

કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ

જોકે અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયા હતા. જેથી સિટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી 2024ના રોજ ગીતના કોપીરાઈટ મામલે કિંજલ દવે તરફે ચુકાદો આપ્યો હતો. પરંતુ 15 દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવી હતી. કારણ કે અરજદારે અપીલ કરવા માટે રજૂઆત કરી હતી. એટલે 14 ફેબ્રુઆરી 2024 સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ ઉપર ગાઈ શકી નહોતી.

વધુ વાંચો: રીબડાના અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ, હત્યા કેસમાં છે આરોપી, જાણો વિવાદ

Vtv App Promotion 2

કિંજલ તરફે ચુકાદાને મોકૂફ કરવા કરાઈ હતી અપીલ

ત્યારબાદ સિવિલ કોર્ટના ચુકાદા સામે એડવોકેટ ઋષવી શાહ મારફતે રેડ રીબન ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યું હતું. આ અપીલ જજ દેવેન દેસાઈની કોર્ટ સમક્ષ ચાલી રહી છે. જેની અંદર સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે તરફે આપેલા ચુકાદાને મોકૂફ કરવા માગ કરવામાં આવી છે. જોકે, કિંજલ દવેના વકીલે અરજદારની અરજી સંદર્ભે એફિડેવિટ ફાઈલ કરવા સમય માગ્યો હતો. આથી કોર્ટે સમય આપતા કિંજલ દવેને કોર્ટની બીજી સુનાવણી સુધી જાહેરમાં વિવાદિત ગીત નહીં ગાઈ શકવાના સિટી સિવિલ કોર્ટના હુકમને ચાલુ રાખ્યો હતો. તેમજ સિટી સિવિલ કોર્ટ પાસેથી આ કેસને લગતો રેકોર્ડ મગાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Singer Kinjal Dave Char Char Bangadi Song Copyright Issue

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ