બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તો ફરીથી સુરત સહિતના જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર

આગાહી / 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તો ફરીથી સુરત સહિતના જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર

Priyankka Triveddi

Last Updated: 03:31 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ગુજરાતના ઘણા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. ખાસ કરીને સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. તેવામાં આગામી 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એના કારણે સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે અને ટૂ-વ્હીલર-કાર સહિતનાં વાહનો પાણીમાં ડૂબી ગયાં છે, તો બીજી તરફ વાપી, બારડોલી, વ્યારામાં પણ 3થી 4 ઈંચ વરસાદે જળબંબારકારની સ્થિતિ સર્જાઈ છે.

હવામાં વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે આગામી 7 દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય રાજ્યો જેવા કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તો વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓપરેન્જ એલર્ટ અપાયું છે.

6

અમદાવાદમાં એલર્ટ

વાત કરીએ આજની તો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી ભાવનગરમાં, સુરેન્દ્નગર, રાજકોટ, જૂનાગઢ, દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શકયતા રહેલી છે.

સુરતમાં મેઘમહેર

સુરત જિલ્લામાં સતત બીજે દિવસે પણ મેઘમહેર યથાવત છે. જિલ્લાના બારડોલીમાં આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. દીપનગર વિસ્તારમા ઘરો તેમજ દુકાનમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવવાને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઇ હતી. સમારીયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. બારડોલીમાં ગઇકાલ રાત સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.. જે બાદ આજે માત્ર 2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ બે દિવસમાં બારડોલીમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.

હાલમાં જળાશયોની સ્થિતિને લઇને નોંધપાત્ર બાબત

  • કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ
  • સૌરાષ્ટ્રના 141 જળાશોયોમાં હાલ 48.15 ટકા પાણી
  • મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 43.80 ટકા પાણી
  • દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 42.3 ટકા પાણી
  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલ 33.10 ટકા પાણી
  • કચ્છના 20 જળાશયોમાં હાલ 28.72 ટકા પાણી
11

સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે, જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

વધુ વાંચો: Video: ચીમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, તો ડાયમંડ સિટી થયું જળમગ્ન, જુઓ આકાશી દ્રશ્યો

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

અંબાલાલે શું કહયું?

અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલે દર્શાવી છે. 26 જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે તેવું અંબાલાલે જણાવ્યું.. અને 1, 2 તેમજ 3 જૂલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Gujarat weather update Red Alert in Gujarat
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ