બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / અમદાવાદીઓ આજે ઓફિસ જતા સાચવજો, મોડી રાતથી ફરી ધોધમાર વરસાદ ચાલુ, આજે યલો એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:00 AM, 27 July 2026
1/6
અમદાવાદમાં રવિવારે વરસાદે વિરામ લીધા બાદ સોમવારે ફરી મેઘરાજા ફરી ધમધોકાર વરસી રહ્યા છે. શહેરમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ છે.. અચાનક ફરી શરૂ થયેલા વરસાદને કારણે સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળતા લોકો અને બાળકોને શાળાએ મોકલતા વાલીઓની ચિંતા વધી છે.
2/6
સોમવારે વહેલી સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને વાહનચાલકોએ સાવચેતી રાખવાની જરૂર છે. વરસાદ દરમિયાન અંડરપાસ, નીચાણવાળા રસ્તા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળવા તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે.
3/6
બીજી તરફ અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર પાણી હોવાને કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શાળાઓ માટે મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DEO દ્વારા સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો તથા આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી છે. શાળા શરૂ કરતા પહેલાં સ્થાનિક પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવા અને શાળા સુધી પહોંચવાના રસ્તાઓ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા જણાવાયું છે.
4/6
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને નવી આગાહી કરી છે. હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. 30 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. નવી સિસ્ટમ સક્રિય થયા બાદ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે.
5/6
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, અગાઉ રાજસ્થાનમાં બનેલી લો પ્રેશર સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો. હવે આગામી અઠવાડિયામાં બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ 30 જુલાઈની આસપાસ ગુજરાતને અસર કરી શકે છે. આગાહી મુજબ 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
6/6
હાલ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે અને આગામી બે દિવસ માટે યલો એલર્ટની સ્થિતિ છે. ત્યારબાદ 30 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે. 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. એટલે આગામી દિવસોમાં ખાસ કરીને વલસાડ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોના લોકોએ વરસાદની આગાહી અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પર નજર રાખવી પડશે. બીજી તરફ અમદાવાદમાં પણ અગાઉના વરસાદ બાદ હજુ પાણી ભરાયેલા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનવામાં સમય લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ