બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Porbandar Tauktae Cyclone All Live Update

દરિયાઈ આફત / ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડાને લઈ મોટા સમાચાર, આજ રાત્રીથી દેખાડશે અસર

Shyam

Last Updated: 08:06 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે, ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે

  • વાવાઝોડા તૌકતેને લઇને મોટા સમાચાર 
  • આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં પરિવર્તિત થશે તૌકતે
  • ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે 

તૌકતે વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી 250 કિમી દૂર સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે. 

તારીખ પ્રમાણે વાવાઝોડાની અપડેટ

  • તૌકતે વાવાઝોડું રત્નાગીરીથી ઉત્તર-પશ્વિમ તરફી માર્ગ બદલશે. 
  • 18મેના સવારે સોમનાથથી 260 કિમી દૂર દરિયામાં આક્રમક બનશે
  • વાવઝોડુ 18 કે 19 મેથી સૌરાષ્ટ્રના ભાગમા હીટ થવાની સંભાવના
  • 18એ રાત્રે પોરબંદરથી દ્વારકાની વચ્ચે વાવાઝોડું હીટ થઈ શકે 
  • વાવાઝોડુ પશ્વિમ તરફ આગળ વધશે તો નલિયામાં હીટ થવાની સંભાવના
  • વાવાઝોડા વખતે પવન 100થી 120 કિમી પ્રતિ કલાક હશે 
  • 18 મે અને 19મે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે 
  • ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થશે
  • અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ વરસાદ થશે 
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના
  • સૌરાષ્ટ્રના દરિયા કિનારે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે

મુખ્યમંત્રીએ વાવાઝોડાની તૈયારી અંગે આપ્યું નિવેદન

રાજ્ય પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને CM રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. NDRFની ટીમો પહોંચી ગઇ છે. એકપણ મોત ના થાય તે દિશામાં કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડું અસર કરશે.

ગુજરાતના દરિયા કિનારે આવનારા 'તૌકતે' વાવાઝોડાને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. વાવાઝોડાને લઈ કોંગ્રેસના નેતાઓને લોકોની મદદ માટે હાકલ કરી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ લોકોની મદદ માટે પહોંચે તેવું રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે. જરૂરિયાતમંદોને કોઈપણ ભોગે મદદ કરો. ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને તમિલનાડુમાં વાવાઝોડા તૌકતેની અસર જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live Cyclone Tauktae live news tauktae cyclone news gujarati ગુજરાત દરિયા કિનારો તૌકતે વાવાઝોડું પોરબંદર Cyclone Tauktae live news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ