બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં નવ નિયુક્ત 4 હોદ્દેદારોના ભાજપને રામ-રામ, સંગઠન જાહેર થતાં જ રાજીનામાવાળી!
Last Updated: 02:18 PM, 10 February 2026
Navsari News: નવસારી જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર થતાની સાથે જ રાજીનામાનો દૌર શરૂ થઈ ગયો છે. જલાલપોરના ચારેય નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા છે. આનાથી જિલ્લા ભાજપમાં આંતરિક મતભેદ ઉજાગર થઈ ગયા છે.
ADVERTISEMENT
જિલ્લા ભાજપના નવા સંગઠનમાં નિયુક્તિ પામેલા ચાર હોદ્દેદારોએ તરત જ રાજીનામા આપી દીધા છે. આમાં જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, જલાલપોરના ચારેય નવનિયુક્ત હોદ્દેદારોએ મનગમતા પદ ન મળતાં પદ પરથી રાજીનામા આપી દીધા છે. તેમણે મનગમતું પદ ન મળ્યું હોવાના આરોપ સાથે રાજીનામું આપ્યું. સાથે જ જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપ લગાવ્યા.
ADVERTISEMENT

જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલે કહ્યું કે 'જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી, તે ભાજપ સંગઠનની જાહેરાત થઈ. મારી નિમણૂક જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે થઈ છે, ગત ટર્મમાં પ્રમુખ રહેલા વિજય પટેલની નિમણૂક બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે. પ્રકાશ પટેલની નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે અને ચેતના પટેલની નિમણૂક જિલ્લા સંગઠનના મંત્રી તરીકે થઈ છે. અમને એવું લાગે છે કે જલાલપોરની અવગણના થતી હોય એવું લાગે છે. એટલે સ્વેચ્છાએ અમે આ હોદા પરથી રાજીનામું આપીએ છીએ.'
ADVERTISEMENT
આ પણ વાંચો: દહેગામ રોડ પર ડમ્પરચાલકોનો તાંડવ, 24 કલાકમાં 2 અકસ્માત, એક મહિલાનું મોત
તેમણે કહ્યું કે જલાલપોરના કાર્યકરોએ પક્ષ માટે અથાક મહેનત કરી છે, પરંતુ જ્યારે પદોની વહેંચણી કરવામાં આવી ત્યારે તેમની અવગણના કરવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યું કે 'પ્રમુખ સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ, તેઓ હાલ આવી શકે તેમ નથી, તેમના વતી પણ કોઈ અમારું રાજીનામું સ્વીકારવા માટે તૈયાર નથી. છતાં અમે વિનંતી કરી કે તેમણે કહ્યું કે અમારા ટેબલ પર મૂકી જાઓ. એટલે અમે તેમના ટેબલ પર રાજીનામું મૂકી આવ્યા છીએ.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.