બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દહેગામ રોડ પર ડમ્પરચાલકોનો તાંડવ, 24 કલાકમાં 2 અકસ્માત, એક મહિલાનું મોત
Last Updated: 10:53 AM, 10 February 2026
Gandhinagar Accident News: ગાંધીનગરના દહેગામ રોડ પર બેફામ ડમ્પરચાલકોએ તાંડવ મચાવ્યું છે. 24 કલાકની અંદર બેફામ ડમ્પર ચાલકે બે લોકોને અડફેટે લીધા છે, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે અને એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. આ ઘટનાઓએ દહેગામમાં જનરોષ ફાટી નીકળ્યો છે અને લોકોએ ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ADVERTISEMENT
અકસ્માત અંગેની માહિતી પ્રમાણે, પહેલા અકસ્માતમાં બેફામ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લીધી હતી. બેફામ ડમ્પરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતમાં ડમ્પરે અન્ય એક યુવકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો. યુવકના બંને પગ કચડાયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવકની હાલત ગંભીર છે, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટના દહેગામના MJ કોમ્પ્લેક્સ પાસે બની હોવાનું સામે આવ્યું છે. ડમ્પરચાલકે બે લોકોને અડફેટે લીધા પછી ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. દહેગામ રોડ પર રોજ ભારે વાહનોની અવરજવર થાય છે. પરંતુ આ વાહનોના ચાલકો સંપૂર્ણપણે બેફામ રીતે વાહન ચલાવતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે 24 કલાકમાં બે ગંભીર અકસ્માત બન્યા છતાં પ્રશાસન બેફિકર જણાય છે. જે પછી સ્થાનિક લોકો રોષે ભરાયા છે કે ડમ્પરચાલકો લોકોના જીવ સાથે રમી રહ્યા છે. તેઓ કોઈ નિયમોનું પાલન કરતા નથી અને સ્પીડમાં ડમ્પર ચલાવે છે. આના કારણે દરરોજ અકસ્માતનો ભય રહે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ, 19 મે સુધી હાઉસ લિસ્ટિંગ, પૂછાશે 33 સવાલ
ADVERTISEMENT
આ બંને અકસ્માત બાદ વિસ્તારમાં જનરોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ અને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે કે ભારે વાહનો પર કોઈ નિયંત્રણ કેમ નથી? લોકોની માંગ છે કે બેફામ ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.