બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat police said about Controversial self-styled godman Nithyananda

લંપટકાંડ / નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાને મામલે પોલીસનું આવ્યું મહત્વનું નિવેદન

Gayatri

Last Updated: 04:07 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લંપટ સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. CMને આ અંગે જાણ કરવામાં આવી છે અને પોલીસથી લઈ CID સુધીના તમામને આ અંગે કામે લાગ્યા છે. આ આશ્રમ DPS સ્કુલમાં આવેલો હોવાની વાતને પગલે તો DEO એ તપાસના આદેશ આપ્યા છે.

  • નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ યુવતી અંગે CMને જાણ કરાઈ
  • DySP સમીર સારડાએ નિવેદન આપ્યું
  • DEOએ આપ્યા તપાસના આદેશ

શું છે ઘટના?

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે. 

શું કહે છે પોલીસ?

નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ મામલે અમદાવાદ ગ્રામ્ય DySP સમીર સારડાએ નિવેદન આપ્યું છે.અમદાવાદ ગ્રામ્ય DySPએ કહ્યું કે તમિલનાડુના જનાર્દન શર્માની આશ્રમ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. અને આશ્રમ સામે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ અરજી આપી હતી. જેને લઇ તપાસ કરવામાં આવી. આશ્રમની અંદર 3 બાળકો હતા એક દીકરી જે 19 વર્ષની છે જેનું નિવેદન લેવાયું છે. અને 2 સગીર બાળકો હતા જેમને તેમના માતા-પિતા સાથે મોકલાયા છે. પોલીસના કહેવા મુજબ આશ્રમમાં કોઇ ગેરરીતિ સામે નથી આવી. અને સ્વામી નિત્યાનંદ સામે પણ કોઇ અરજી નથી મળી. અને 40 બાળકોને ગોંધી રખાયા હોય તેવું પણ કંઇ સામે નથી આવ્યું.

આશ્રમમાં કુલ 37 બાળકો
પોલીસ નિત્યાનંદ આશ્રમના સંચાલકોની પૂછપરછ કરી છે પોલીસનું કહેવું છે કે, આશ્રમમાં કુલ 37 બાળકો છે. મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં નિવેદન લેવાયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીની પૂછપરછ કરવામાં આવી છે. આશ્રમ સંચાલકો અને વકીલની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. 

DPS મામલે પોલીસે કર્યા ખુલાસા
યુવતીએ આશ્રમ સાથે જ રહેવાની ઇચ્છા દર્શાવી છે. યુવતીના પિતા ભૂતકાળમાં આશ્રમ સાથે સંકળાયેલા હતા. ગેરરીતિના આક્ષેપ બાદ આશ્રમથી દૂર કરાયા હતા. આશ્રમમાં બાળકોને આધ્યાત્મિક શિક્ષણ અપાય છે. DPS સ્કૂલ અને નિત્યાનંદ યુનિવર્સિટી સાથે જોડાયેલું છે. આશ્રમના બાળકોને DPSમાં જ શિક્ષણ અપાય છે. 

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ યુવતી અંગે CMને જાણ કરાઈ

નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાને મામલામાં CM રૂપાણીએ પણ સમગ્ર મામલાની જાણકારી લીધી છે. મહિલા-બાળ કલ્યાણ વિકાસ વિભાગે CMને જાણ કરી છે. ઘટના મુદ્દે CM વિજય રૂપાણીને માહિતી અપાઇ. મહિલા-બાળ કલ્યાણ વિકાસ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને તાત્કાલિક રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યા છે. યુવતીના પરિવારે યુવતી ગુમ થવાનો આરોપ કર્યો છે પરિવારે આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનો પણ આરોપ છે.  

DEOએ આપ્યા તપાસના આદેશ

DEO કહ્યુ હતુ કે, સ્કૂલની બિલ્ડિંગમાં આશ્રમ ના ચલાવી શકાય. અમે રૂબરૂ સ્કૂલ પર જઇ તમામ મુદ્દે તપાસ કરીશું. સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મેં વાત કરી તેઓએ આશ્રમ સાથે કઇ લેવા દેવા નથી તેવું કહ્યું છે. DEO જો સ્કૂલના કેમ્પસમાં કે બિલ્ડિંગમાં આશ્રમ જણાશે તો CBSE ને આ વાતનું ધ્યાન દોરશે. જો સ્કૂલની પ્રોપર્ટીમાં આશ્રમ જણાશે તો ગુજરાત સરકાર ને પણ લખીને જાણ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

A missing girl DPS school ahmedabad gujarat swami Nithyananda અમદાવાદ ગુજરાત યુવતી લાપતા સ્વામી નિત્યાનંદ Nithyananda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ