બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ફરી ગુજરાત આવશે PM મોદી, રાજકોટથી અમદાવાદ સુધી શું છે કાર્યક્રમ ?

Vibrant Summit 2026 / ફરી ગુજરાત આવશે PM મોદી, રાજકોટથી અમદાવાદ સુધી શું છે કાર્યક્રમ ?

Priykant Shrimali

Last Updated: 10:21 AM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat Visit : બે દિવસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ માટે મહત્વપૂર્ણ એવા વિકાસકાર્યો, ઉદ્યોગ સંમેલન અને સંસ્કૃતિક ઉત્સવોમાં હાજરી આપશે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

PM Modi Gujarat Visit : PM મોદી ફરી એકવાર ગુજરાતની ધરા પર આવી રહ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ માટે મહત્વપૂર્ણ એવા વિકાસકાર્યો, ઉદ્યોગ સંમેલન અને સંસ્કૃતિક ઉત્સવોમાં હાજરી આપશે. તેમના પ્રવાસને લઈને રાજકોટ અને અમદાવાદમાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં રીજનલ વાઇબ્રન્ટ સમિટ અને રોડ શો

11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચશે. તેઓ રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી આશરે એક કિલોમીટર લાંબો રોડ શો કરશે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ જ દિવસે મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે. આ સમિટમાં ભારત સહિત 22 દેશોના ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

હવે જાણો એવું તે શું છે રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં?

રીજનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિશાળ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓટોમોબાઇલ, સિરામિક, MSME, કુટીર અને હસ્તકલા ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત થવાની તક મળશે. 26 હજાર ચોરસ મીટરમાં યોજાનાર આ પ્રદર્શન મહેસાણા સમિટ કરતા પણ વિશાળ રહેશે. અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓની ભાગીદારી સાથે 4000થી વધુ ઉદ્યોગકારો અહીં હાજર રહેશે. સાથે સાથે One District One Product, GI Tag પ્રોડક્ટ્સ અને કારીગરોના લાઇવ ડેમો મુખ્ય આકર્ષણ રહેશે.

અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં જશે PM મોદી ?

12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ઉત્સવ ગુજરાતની ઓળખ બની ચૂક્યો છે. કાઇટ ફેસ્ટિવલ સાથે વડાપ્રધાન ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : હિંમતનગર HUDA મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 11 ગામોને મળી રાહત

જર્મનીના ચાન્સેલરની સંભવિત મુલાકાત

આ દરમિયાન જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના મહેમાન બનવાની સંભાવના છે. જો તેઓ આવે તો વડાપ્રધાન સાથે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત કરી શકે છે. આ મુલાકાત દરમિયાન મેટ્રો ફેઝ-2 અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા મોટા વિકાસકાર્યો અંગે ચર્ચા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Kutch Regional Summit Vibrant Summit 2026 PM Modi Gujarat Visit
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ