બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્લોટ વિહોણાઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જાણો વિગત
Last Updated: 02:09 PM, 19 August 2026
રાજ્યમાં પ્લોટ વિહોણા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્લોટ વિહોણા પરિવારોને પ્લોટ ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ જો સરકારી જમીન ઉપલબ્ધ નહીં હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને લાભાર્થીઓને પ્લોટ ફાળવશે. આ નિર્ણયથી લાંબા સમયથી પ્લોટની રાહ જોઈ રહેલા અનેક પરિવારોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

સરકારના નિર્ણય અનુસાર સરકારી જમીન અથવા સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં ખાનગી જમીન ખરીદી શકાશે. ખાનગી જમીન ખરીદીને પ્લોટ ફાળવવાની સમગ્ર પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. આ માટે જિલ્લા સ્તરે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જેથી લાભાર્થીઓને સમયસર પ્લોટ ફાળવી શકાય.
ADVERTISEMENT
નવા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાનગી જમીનની ખરીદી રહેણાંક વિસ્તારની આસપાસ જ કરી શકાશે. એટલે કે લાભાર્થીઓને વસવાટ માટે યોગ્ય અને સુવિધાસભર વિસ્તારની નજીક જમીન ઉપલબ્ધ થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. સરકારનો પ્રયાસ રહેશે કે લોકોને રોજિંદા જીવન માટે જરૂરી સુવિધાઓથી દૂર ન જવું પડે.
ADVERTISEMENT
સરકારે વધુ એક મહત્વની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન અથવા અન્ય સરકારી જમીન ઉપલબ્ધ ન હોય અને ત્યાં 10 કરતાં વધુ કુટુંબોને પ્લોટ ફાળવવાના બાકી હોય, તો આવી સ્થિતિમાં ખાનગી જમીન ખરીદવી ફરજિયાત રહેશે. આ નિયમનો હેતુ પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ ન થાય અને પાત્ર પરિવારોને ઝડપથી લાભ મળી શકે તે છે.
ADVERTISEMENT
ખાનગી જમીનની ખરીદી જંત્રીના આધારે કરવામાં આવશે. એટલે કે જમીનની કિંમત સરકાર દ્વારા નક્કી કરાયેલા જંત્રી દરના આધારે નક્કી કરવામાં આવશે. આથી જમીનની ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહેશે અને યોગ્ય મૂલ્યે જમીન ખરીદી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર પ્રક્રિયા માટે પંચાયત વિભાગે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે. ખાનગી જમીન ખરીદી અને પ્લોટ ફાળવણીને લઈને સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેથી જિલ્લા કક્ષાએ કામગીરી સરળતાથી થઈ શકે. નવા નિયમો અમલમાં આવતા પ્લોટ વિહોણા પરિવારોને વધુ ઝડપથી પ્લોટ ફાળવવાની પ્રક્રિયા આગળ વધશે તેવી અપેક્ષા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જૂની ઓફિસ તોડીને હતો જીમ બનાવવાનો પ્લાન, પરંતુ AMCએ આ શું કરી નાખ્યું?
રાજ્ય સરકારના આ નિર્ણયને પ્લોટ વિહોણા લોકો માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારી જમીન ઉપલબ્ધ ન હોવા છતાં હવે ખાનગી જમીન ખરીદીને પ્લોટ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવતા અનેક પાત્ર પરિવારોને પોતાના રહેઠાણ માટે જમીન મેળવવાનો માર્ગ સરળ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.