બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો, વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા
Last Updated: 03:05 PM, 19 August 2026
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. શહેરનાં વિવિધ શાકમાર્કેટ અને છૂટક બજારોમાં અનેક શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને રીંગણનો ભાવ રૂ.૧૨૦ પ્રતિ કિલો સુધી પહોંચતાં ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT

વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાંથી શાકભાજીની આવક અને ગુણવત્તા બંને પર અસર પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવા, પરિવહનમાં મુશ્કેલી અને આવકમાં ઘટાડાની અસર સીધી છૂટક બજારના ભાવ પર પડી રહી છે. પરિણામે રસોડામાં વપરાતાં શાક ખરીદવા માટે પણ ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
ADVERTISEMENT
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ દાળ, તેલ અને અન્ય કરિયાણાની વસ્તુઓના ખર્ચ વચ્ચે હવે શાકભાજીના વધેલા ભાવનો વધારાનો બોજ આવ્યો છે. પરિણામે અનેક પરિવારો મોંઘાં શાકની જગ્યાએ સસ્તા વિકલ્પો તરફ વળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં શાકભાજીની આવક મુખ્યત્વે આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અન્ય જિલ્લામાંથી થાય છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો પર પરિવહન ધીમું પડતાં તથા ખેતરમાંથી આવતી આવક ઘટતાં હોલસેલ બજારથી છૂટક બજાર સુધી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્લોટ વિહોણાઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જાણો વિગત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.