બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલી, એ પણ એક જ જિલ્લામાં, જાણો કેમ

કાર્યવાહી / રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલી, એ પણ એક જ જિલ્લામાં, જાણો કેમ

Priykant Shrimali

Last Updated: 03:02 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Transfer : આ જિલ્લામાં લગ્ન કૌભાંડ બાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં, એક જ જિલ્લામાં 29 તલાટીઓની આંતરિક બદલી, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

Talati Transfer : રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલીને વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા બોગસ લગ્ન કૌભાંડ બાદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવીને જિલ્લામાં એકસાથે 29 તલાટીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. એક જ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીથી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા બોગસ લગ્ન કૌભાંડ બાદ અનેક સવાલો ઊભા થયા હતા. આ સાથે કેટલાક તલાટીઓ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી એક જ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા હતા. જોકે હવે તંત્ર દ્વારા એક સાથે 29 તલાટીઓના બદલીના આદેશ કરવામાં આવી છે.લાંબા સમયથી એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા તલાટીઓ સામે કાર્યવાહી કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : શું તમે તો નથી ખાતા ને ભેળસેળીયું ઘી? ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડામાં ઝડપાયો શંકાસ્પદ જથ્થો

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, ઘોઘંબા, કાલોલ, હાલોલ, ગોધરા અને મોરવા હડફ તાલુકાઓમાં ફરજ બજાવતા તલાટીઓની આ આંતરિક બદલી કરવામાં આવી છે. ખાસ કરીને લગ્ન નોંધણી સહિતની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Talati Transfer bogus marriage scam Panchmahal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ