બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું તમે તો નથી ખાતા ને ભેળસેળીયું ઘી? ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડામાં ઝડપાયો શંકાસ્પદ જથ્થો

બનાસકાંઠા / શું તમે તો નથી ખાતા ને ભેળસેળીયું ઘી? ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડામાં ઝડપાયો શંકાસ્પદ જથ્થો

Priykant Shrimali

Last Updated: 01:57 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suspicious Ghee : GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મોડી રાત્રે દરોડા, શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે રેડ કરતાં માલિક ફરાર

Suspicious Ghee : શિયાળામાં બહારથી ઘી ખરીદતા પહેલાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલી ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. વિભાગને મળેલ ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા, જ્યાં શંકાસ્પદ રીતે ઘી બનાવાતું હોવાની આશંકા હતી. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચ્યા તે સાથે જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો.

ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચોક્કસ બાતમીને આધારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલી ચંડીસર GIDCમાં મધરાત્રે રેડ કરી હતી. જોકે અચાનક રેડને લઈ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ તરફ વિભાગ દ્વારા આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘી ખાવા યોગ્ય છે કે નહીં, તેની તપાસ માટે ફૂડ વિભાગે નમૂનાઓ લઈ કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલો ગંભીર હોવાથી ફૂડ વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : હોતું હશે! ગુજરાતમાં પાછો વરસાદ આવશે? દેખાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

અહીં સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે, અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. આપણે ત્યાં શિયાળાની સિઝનમાં ઘીનો વપરાશ વધતો હોય છે, ત્યારે આવા બનાવો સામે આવતા ગ્રાહકો માટે ચેતવણીરૂપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandisar GIDC Banaskantha Palanpur
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ