બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હોતું હશે! ગુજરાતમાં પાછો વરસાદ આવશે? દેખાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
Last Updated: 11:52 AM, 13 December 2025
Weather Forecast : ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી પડી રહી છે પણ ડિસેમ્બરમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે. જોકે આ વર્ષે હવામાનમાં અનેક બદલાવને કારણે ઠંડીની અસરમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. જેમાં કોઇ દિવસ એકદમ હાડ થીજવી દે તેવી ઠંડી પડે તો કોઇ દિવસ સામાન્ય ઠંડીનો અહેસાર રાજ્યમાં થઈ રહ્યો છે. આ બધાનું મુખ્ય કારણ અલગ-અલગ સાઇક્લોનિક સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) છે. જોકે અહીં સૌથી મોટી ચિંતા શિયાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોને છે.
ADVERTISEMENT
શું કહી રહે છે હવામાન નિષ્ણાંતો ?
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, આ વર્ષનો શિયાળો થોડો અજીબ રહેશે. જેમ ચોમાસામાં શરૂઆત વહેલી, વચ્ચે વિરામ આવ્યો અને અંતે ભારે વરસાદ થયો તેવી જ રીતની પેટર્ન ઠંડીમાં પણ જોવા મળી શકે છે. એટલે કે ઠંડી આવશે પણ વચ્ચે થોડો ઘટાડો અને ફરી વધારો જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ માર્ચ મહિના સુધી ઠંડીની અસર રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT

તો શું ગુજરાતમાં વરસાદ પડશે?
ADVERTISEMENT
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મુજબ હાલમાં ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. આગામી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, એટલે કે રાજ્યમાં હવામાન સૂકું અને ઠંડુ જ રહેશે.
આ પણ વાંચો : તંત્રએ 35 સ્કૂલોને સીલ મારી દેતા અમદાવાદના હજારો બાળકોનું શિક્ષણ બગડ્યું, વાલીઓ અકળાયા
ADVERTISEMENT
હવે જાણો ક્યાં કેટલું તાપમાન?
શુક્રવારના તાપમાન પર નજર કરીએ તો ગુજરાતમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 13.1, વડોદરામાં 12.8, રાજકોટમાં 12, અમરેલીમાં 10.4 અને ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હજુ સુધી કોઈ તીવ્ર ઠંડી પડી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.