બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તંત્રએ 35 સ્કૂલોને સીલ મારી દેતા અમદાવાદના હજારો બાળકોનું શિક્ષણ બગડ્યું, વાલીઓ અકળાયા

બેદરકારી / તંત્રએ 35 સ્કૂલોને સીલ મારી દેતા અમદાવાદના હજારો બાળકોનું શિક્ષણ બગડ્યું, વાલીઓ અકળાયા

Priykant Shrimali

Last Updated: 10:39 AM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Schools Seal : અમદાવાદમાં 35 સ્કૂલો સીલ થતા હજારો બાળકોનું ભણતર અટક્યું, વાલીઓમાં ભારે રોષ, જાણો તમામ વિગતો અહીં એક જ ક્લિકે

Ahmedabad Schools Seal : અમદાવાદમાં તંત્ર અને સ્કૂલ સંચાલકોની બેદરકારીના કારણે હજારો બાળકોનું ભણતર અટક્યું હોવાનું સ્થિતિ ઊભી થઈ છે. વાસ્તવમાં તાજેતરમાં જ મેટ્રો સિટી અમદાવાદમાં તંત્રને અચાનક બ્રહ્મજ્ઞાન થતાં જરૂરી BU પરમિશન અને ફાયર NOC વગર ચાલી રહેલી 35 પ્રિ-પ્રાઇમરી અને હાયર સેકન્ડરી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. જોકે આ નિર્ણયથી ખાસ કરીને નાના બાળકોનું ભણતર વચ્ચે અટકી ગયું છે તો તેમના વાલીઓ પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

આગ લાગ્યા પછી પછી કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ?

આપણે ત્યાં એક કહેવત છે કે, "આગ લાગ્યા બાદ કૂવો ખોદવા બેસવું" બસ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયું છે. વિગતો મુજબ મેટ્રો સિટી અમદાવાદમાં લાંબા સમયથી નિયમોનું પાલન કર્યા વગર સ્કૂલો ચાલી રહી હતી, પરંતુ તંત્ર દ્વારા સમયસર તપાસ ન કરાતા મામલો ગંભીર બન્યો છે. જોકે હવે જ્યારે કાર્યવાહી થઈ છે ત્યારે તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી છે.

એક અઠવાડીયામાં જ 35 સ્કૂલો સીલ

અમદાવાદ મહાનગરપાલિકાએ એક અઠવાડિયામાં જ BU પરમિશન ન હોવાના કારણસર 35 સ્કૂલોને સીલ મારી છે. જેના કારણે 850થી વધુ પ્રિ-સ્કૂલના બાળકો સહિત હજારો વિદ્યાર્થીઓ હાલ ભણતરથી વંચિત થયા છે. સ્કૂલ બંધ થતાં વાલીઓ માટે બાળકોને ક્યાં ભણાવવા તે મોટો પ્રશ્ન બની ગયો છે.

શું કહી રહ્યા છે વાલીઓ ?

આ સમગ્ર મામલે હવે વાલીઓ પર પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ સંચાલકોએ સમયસર ફી વસૂલી લીધી, પરંતુ કાયદેસર પરવાનગીઓ લેવાની જવાબદારી નિભાવી નથી. જો નિયમ પ્રમાણે તમામ સર્ટિફિકેટ સમયસર લીધા હોત તો આજે બાળકોનું ભણતર બગડતું ન હોત. સાથે સાથે વાલીઓએ મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઊભા કર્યા છે કે, બિલ્ડિંગ ઊભું થતી વખતે ચકાસણી થતી નથી અને અચાનક કાર્યવાહી કરીને બાળકોને સજા આપવામાં આવે છે.

હવે જાણો શું કહી રહ્યા છે પ્રિ સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી ?

આ સમગ્ર મામલે પ્રિ સ્કૂલ એસોસિએશનના અમદાવાદ ઝોન સેક્રેટરી સાગર નાયકનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : YouTubeમાં Video જોઇ રોકાણ કરવું વૃદ્ધને ભારે પડ્યું, ગઠીયાએ 2.52 કરોડમાં રોવડાવ્યા

સ્કૂલ સંચાલકોએ BU પરમિશન મેળવવા માટે સમય માગ્યો છે અને હવે તંત્રના દરવાજા ખખડાવી રહ્યા છે. જોકે હાલ તો બધાની નજર એ બાબત પર ટકી છે કે, બાળકોનું ભણતર ફરી ક્યારે શરૂ થશે ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BU Permission Ahmedabad Schools Seal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ