બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત માટે આખું અઠવાડિયું 'અતિ ભારે', પવન સાથે આ જિલ્લાઓમાં વરસાદ મચાવશે તાંડવ

આગાહી / ગુજરાત માટે આખું અઠવાડિયું 'અતિ ભારે', પવન સાથે આ જિલ્લાઓમાં વરસાદ મચાવશે તાંડવ

Vidhata Gothi

Last Updated: 03:00 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ ચોમાસાનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ ભારે વરસાદ રહેશે, જયારે આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા જ સેશનમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે. જેને લીધે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ઘણી જગ્યાઓ પર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આગામી 6 દિવસ ભારે વરસાદની આગામી સામે આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આપી ચેતવણી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની ચેતવણી આપીને જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ અમદાવાદમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે, તો ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું, "આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ગુજરાત રાજ્યમાં અગામી 6 દિવસ એટલે કે 23 જુન સુધી વરસાદની આગાહી છે. આવતી કાલ માટે ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 19 જૂન માટે પણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે."

Vtv App Promotion 2

આ પણ વાંચો: Video: ક્યાંક એક્ટિવા તણાયું, તો ક્યાંક કાર હોડી બની ગઇ, સાંબેલાધાર વરસાદથી સૌરાષ્ટ્રના હાલ બેહાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Forecast Rain Forecast Weather Forecast
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ