બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કૃષ્ણસિંહ રાણા 6 વર્ષ માટે સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપની કડક કાર્યવાહી
Last Updated: 08:53 PM, 23 April 2026
લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાને ભાજપ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપોને આધારે પાર્ટીએ આ કડક નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. ભાજપના સૂત્રો અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કૃષ્ણસિંહ રાણાએ પક્ષની લાઇન સામે જઈ અન્ય પક્ષના ઉમેદવારોના પ્રચાર-પ્રસારમાં સક્રિય ભાગ લીધો હતો. આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટીએ તેમને તમામ હોદ્દાઓ પરથી હટાવીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે કૃષ્ણસિંહ રાણાએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે તેમણે અંગત અને સામાજિક જવાબદારીઓને કારણે 6 મહિના માટે મુક્તિ માંગી હતી. તેમનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં તેઓ રાજકીય કામગીરી માટે પૂરતો સમય આપી શકતા ન હતા. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે કેટલાક લોકો ચૂંટણીના સમયે તેમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. “અમે પાર્ટીના શિસ્તબદ્ધ અને નિષ્ઠાવાન કાર્યકર છીએ” એવો દાવો તેમણે કર્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
કૃષ્ણસિંહ રાણાએ પોતાના પર લાગેલા આરોપોને લઈને વધુમાં જણાવ્યું કે જો કોઈ પાસે પક્ષ વિરોધી પ્રવૃત્તિના પુરાવા હોય તો તેઓ તેને જાહેર કરે. તેમણે ખુલ્લેઆમ પડકાર આપતા કહ્યું કે “જો પુરાવા મળશે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું.” આ નિવેદન પછી મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. તેમના સમર્થકોનું માનવું છે કે આ નિર્ણય રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યો છે. જ્યારે વિરોધીઓ આ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ નિર્ણય બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપની આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે પક્ષની આંતરિક ગતિવિધિઓ અને મતભેદો બહાર આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ વણસે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. હાલ કૃષ્ણસિંહ રાણા અને ભાજપ વચ્ચેનો વિવાદ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું રહ્યું કે આગળ પક્ષ તરફથી કોઈ વધુ સ્પષ્ટતા આવે છે કે રાણા દ્વારા આ મામલે કોઈ નવી પ્રતિક્રિયા આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.