ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 6 વર્ષીય બાળકી પર જંગલીની જેમ તૂટી પડ્યાં રખડતા શ્વાન, અંતે માસૂમ મોતને ભેટી

હવે તો જાગો / 6 વર્ષીય બાળકી પર જંગલીની જેમ તૂટી પડ્યાં રખડતા શ્વાન, અંતે માસૂમ મોતને ભેટી

Published By: Vidhata Gothi

Last Updated: 12:35 PM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: આપણે દરરોજ સમાચારોમાં શ્વાનના આતંકના સમાચાર જોતાં હોઈએ છીએ. આવી જ એક ઘટના હવે સુરતથી સામે આવી છે. જ્યાં રખડતા શ્વાને લીધો માસૂમ બાળકીનો ભોગ લીધો.

ADVERTISEMENT

Surat News: ગુજરાતમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અવારનવાર રખડતા શ્વાન દ્વારા બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાને લીધો માસૂમ બાળકીનો ભોગ લીધો છે. સુરતના કોસાડી ગામમાં શ્વાનનું ટોળું 6 વર્ષીય બાળકી પર તૂટી પડ્યું. 6 વર્ષીય બાળકી પર 3-4 શ્વાન તૂટી પડ્યા.

રખડતા શ્વાન બન્યા હિંસક

મળતી માહિતી અનુસાર, કોસાડી ગામમાં બાળ વાટિકામાં 6 વર્ષીય બાળકી પર એકસાથે 3-4 શ્વાનના ટોળાએ હુમલો કર્યો. બાળકીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલમાં ડૉક્ટરે ઇજાગ્રસ્ત બાળકીને મૃત જાહેર કરી.

dogs

અગાઉ પણ બન્યા છે આવા કિસ્સાઓ

સુરતમાં રખડતા શ્વાન સૌથી મોટું જોખમ બની ગયા છે. શ્વાન દ્વારા બાળક પર હુમલાના મામલે શહેરીજનોમાં આક્રોશ છે. અગાઉ પણ શ્વાનના બાળકો પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. ગયા મહિને સુરતના કામરેજના વાવ ગામે બંસરી રિસોર્ટની બાજુમાં બાંધકામ સાઈટ પરથી રાતે શ્રમિકની એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયા હોવાનું સામે આવ્યું હતું. અહીં એક વર્ષની માસુમ બાળકીને તેની માતાની નજીકમાં ઊંઘી રહી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

dog-2.jpg

શ્વાને હુમલો કરતા બાળકીનું મોત

અગાઉ મે મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં શ્વાન હુમલાની ઘટના બની હતી, જેમાં પણ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાલતુ શ્વાનને લઈ બહાર નીકળેલ યુવતી ફોન પર વાત કરી રહી હતી. જે દરમિયાન શ્વાન હાથમાંથી છૂટી જતા બાળકી પર હુમલો કર્યો હતો.

Vtv App Promotion 1

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં નાના બાળકો પર શ્વાનના હુમલાનાં કિસ્સા વધી રહ્યા છે. સુરત સિવિલમાં શ્વાનના હુમલાની સારવાર માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 15 થી 17 શ્વાન કરડવાનાં કેસ આવી રહ્યા છે.

આ પણ વાંચો: પિતાએ કહ્યું, 'મોબાઈલની લત છોડી દે', તો દીકરાએ દુનિયા જ છોડી દીધી, સુરતનો હચમચાવતો કિસ્સો

ક્યારે ઉકેલાશે રખડતા શ્વાનની સમસ્યા?

રખડતા શ્વાન હવે હિંસક બની રહ્યા, શું તંત્ર ગંભીરતાથી લેશે? રખડતા શ્વાનના હુમલામાં બાળકીનું મોત, જવાબદાર કોણ? તંત્ર ક્યારે ગંભીરતાથી સમસ્યાનું નિરાકરણ લાવશે? શું તંત્ર હજુ પણ વધુ લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dogs attack Girl Surat News Gujarat News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ